મોરબી શહેરમાં રખડતા ઢોરનો પ્રશ્ર્ન નગરજનો માટે માથાના દુખાવા સમાન
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરનો પ્રશ્ન મોરબીવાસીઓના માથાનો દુખાવો બની ગયો છે, અવારનવાર મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા લોકો વચ્ચે આવીને મોરબીને આ માથાના દુખાવા સમાન રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્ત કરાવવા માટે આશ્વાસન આપતા હોય છે. પરંતુ આજ દિન સુધી મોરબી આ રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્ત થયું નથી.
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા અવારનવાર મોરબીની જનતાને લટકતા ગાજર સમાજ વાયદાઓ કરવામાં આવ્યા છે કે મોરબી ને રખડતા ઢોરના ત્રાસમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળશે પરંતુ જો વાત કરીએ નગરપાલિકા ના સમયની તો ત્યારથી લઈને નગરપાલિકાનો સંપૂર્ણ વિસર્જન થયું ત્યાં સુધી માં મોરબીને રખડતા ઢોરના ત્રાસ માંથી અંશત: પણ છુટકારો મળ્યો નથી. તું ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ધારાસભ્ય કાંતિલાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ પોકળ નીકળ્યા છે. ધારાસભ્ય બન્યા ત્યારથી લઇ આજ દિન સુધી મોરબી ને આ રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ મળી નથી.
ચોક્કસપણે કહી શકાય કે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માં નિષ્ફળ નીકળ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકા ની જાહેરાત થતા ની સાથે મોરબીના સૌપ્રથમ કમિશનર એવા સ્વપ્નિલ ખરે એ પણ આ પ્રશ્ન તરફ ધ્યાન આપ્યું છે. અને તેમને પણ જણાવ્યું છે કે મોરબી ને રખડતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ અપાવવામાં આવશે તો જે કામ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ન કરી શક્યા એ કામને ખરા અર્થમાં સાકાર કરવામાં મોરબીના પ્રથમ કમિશનર સ્વપ્નિલ ખરે ખરા ઉતારશે કે કેમ ? જે પ્રશ્નને લઈને હાલ મોરબીની પ્રજા અવઢવમાં જોવા મળી રહી છે.