For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યની સૌથી મોટી જનાના હોસ્પિટલનું 25મીએ વડાપ્રધાન કરશે લોકાર્પણ

06:03 PM Feb 14, 2024 IST | Bhumika
રાજ્યની સૌથી મોટી જનાના હોસ્પિટલનું 25મીએ વડાપ્રધાન કરશે લોકાર્પણ
  • 150 કરોડના ખર્ચે બની હોસ્પિટલ: 750 બેડની સુવિધા ઉપલબ્ધ
  • નિષ્ણાત તબીબો સહિત 1250નું મહેકમ મંજૂર : 30 ટકાની ભરતી થઈ ગઈ
  • ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ સહિતનો સ્ટાફ તૈનાત
  • એઈમ્સ જેવી જ અદ્યતન સુવિધાઓનો રાજીપો વ્યક્ત કરતા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ત્રિવેદી

Advertisement

રાજ્યની સૌથી મોટી ઝનાના હોસ્પિટલ રાજકોટમાં ઉભી કરાઈ છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 25મી ફેબ્રુએ થનાર ચે. આ માટેસબંધીત આરોગ્ય સ્ટાફ તંત્રએ આદરેલી તમામ આગવી તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના સુપ3ીન્ટેન્ડેન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદીએ ગુજરાત મિરર સાથેની વાતચીત દરમિયાન શહેરને ઝનાના હોસ્પિટલમાં મળનારી અદ્યતન સુવિધાઓ અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગાયનેક અને પીડિયાટ્રીક સાથે બાયો કેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી અને પેથોલોજીની અદ્યતન સાવલત શરૂ થશે.રેડિયોલોજી વિભાગમાં એક્સ્રે અને અલ્ટ્રાસોનો ગ્રાફીનો દર્દીઓને લાભ મળવા લાગશે ફામાસિસ્ટની ટીમ સાથે સીસ્ટમ મેનેજર અને દવાઓ અને કેશબારી માટે એમ.આર. મેનેજર ટીમથી તમામ આરોગ્ય સવલતો પરત્વે દેખરેખ રખાશે.અદ્યતન ઝનાના હોસ્પિટલમાં અગાઉના મહેકમ ઉપરાંત 1250નું મહેકમ મંજુર કરાયું છે. જે પૈકી 30 ટકા જગ્યા પર નિમણુંકો ઓર્ડર આપી દીધા છે.બાકીના 70 ટકા જગ્યા પર હોસ્પિટલનો લોકાર્પણ બાદ ક્રમશ : ભરતી કરાશે તેવું ડો. આર.એસ. ત્રિવેદીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું ઔ સિવાય ડીઆઈસીસેન્ટર અને મમોડ્યુલર સીટીની સુવિધા અહીં ઉપલબ્ધ થશે.

Advertisement

11 માળની જનાના હોસ્પિટલમાં ક્યા માળે કેટલા બેડની વ્યવસ્થા?
હોસ્પિટલ ચોકમાં ઉભી થયેલી 11 માળની અદદ્યતન જનાના હોસ્પિટલમાં દરેક માળ પર કેટલી બેડની વ્યવસ્થા કરાઈ છે.? તે બાબતે નજર કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં 26 બેડ, પથમ માળે 57, બીજા માળે 82, ત્રીજા માળે 122, ચોથા માળે 17, પાચમા માળે 56, છઠ્ઠા માળે 112, 7મા માળે 118, આઠમાં માળે 36, 9માં માળે 114, દસમા માળે 53 બેડ અને અગિયારમાં માળે પીડિયાટ્રીક, ગાયનેક ડિપાર્ટમેન્ટની ઓફિસ, સીએસએસડી એરિયા, એચવીએસી કિચન અને ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરાઈ છે.

ઝનાના હોસ્પિટલમાં આટલો સ્ટાફ રહેશે ખડેપગે
150 કરોડના ખર્ચે ઉભી થનાર ઝનાના હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રીશન, ફાર્માસિસ્ટ, પેરામેડિકલ સ્ટાફ, ટેડિયો લોજીસ્ટ, એનેસ્થેટીસ, નર્સિંગ સુપ્રીન્ટેન્ડેન્ટ, નર્સિંગ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ, વર્ગ-4ના કર્મચારીઓ, સિનિયર રેસીડેન્ટ ડોક્ટર્સ, ડેપ્યુટી નર્સિંગ, સુપ્રીન્ટેન્ડેન્ટ, વિ. તબીબી સ્ટાફ દર્દીઓની સેવામાં ખડેપગે રહેશે.

સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્કબેન્ક કાર્યરત કરાશે જનાના હોસ્પિટલમાં
ઝનાના હોસ્પિટલમાં ઉભી થનારી અદ્યતન સુવિધાઓમાં વધુ એક યશકલગીરૂપ સુવિધા બાબતે સુપ્રીટેન્ડેન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્કબેન્ક ઝનાનામાં શરૂ કરાશે આ બેન્કમાં માતાનું ધાવણ સ્ટોર કરાશે, મધર ચાઈલ્ડ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અંતર્ગથ અહીં એકત્ર કરાયેલ માતાઓના દુધને માતા વિહોણા બાળકો સુધી પહોંચાડાશે તેઓએ વધુમાં કહ્યું કે, પ્રાપ્ત દુધની ચકાસણી કરી, ફિલ્ટર કર્યા બાદ આશરે 10 દિવસ સુધી સ્ટોરેજ કરી શકાય છે. મિલ્કત બેન્કમાં ડોનર માતાઓ સમક્ષ સહયોગની તંત્રને આશા છે.

એઈમ્સ જેવી જ અદ્યતન સુવિધાઓ જનાનામાં ઉપલબ્ધ
સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત દરમિયાન સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહીં 750-800 બેડની સુવિધા વચ્ચે દર્દી આસમાને કોઈ તકલીફ ન પડે તેવી આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવા અને તેના અમલીકરણ માટે ટોપ ટુ બોટમ તબીબો, નર્સિંગ સ્ટાફ, ટેસીડેન્ટ ડોક્ટરોને જરૂરી માર્ગદર્શન અને સુચના અપાઈ ગઈ છે. એક તબક્કે શહેરમાં જ ઉભી થનાર એઈમ્સ જેવી જ સુવિધા ઝનાના હોસ્પિટલમાં ઉભી કરવાનો આશાવાદ ડો. ત્રિવેદીએ વ્યક્ત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement