વડોદરાના શાહી ડાયમંડની કિંમત રૂા.400 કરોડ
કહેવાય છે આપણા રાજા મહારાજાઓ પાસે દુર્લભ હીરા પડ્યા છે. જેમાંનો બરોડાના મહારાજા પાસે રહેલ ગોલકોન્ડા બ્લ્યુ. ડાયમંડની લીલામી આગામી 14 મેના રોજ જિનીવામાં ક્રિસ્ટીના પમેગ્નીફિશિયન્ટ જ્વેલ્સથ ખાતે થશે.
23-24 કેરેટનો આ બ્લ્યુ ડાયમંડ પેરિસના એક જ્વેલર ઉંઅછ દ્વારા વીંટીમાં જડવામાં આવ્યો હતો જે આશરે 35 મિલીયનથી 50 મિલીયન ડોલરમાં વેચાશે, જેની ભારતીય રૂૂપિયામાં રૂૂ.300થી 400 કરોડ જેટલી કિંમત થાય છે.
આ પ્રકારના દુર્લભ ડાયમંડ જીવનમાં અમુક વખતે જ માર્કેટમાં આવે છે.
તેના રોયલ વારસા, અસાધારણ કલર અને અપવાદરૂૂપ કદ સાથે ગોલકોન્ડા બ્લ્યુ વિશ્વમાં દુર્લભ જોવા મળતો બ્લ્યુ ડાયમંડ છે એમ ક્રિસ્ટી ખાતેના આંતરરાષ્ટ્રીય જ્વેલરી વડા રાહુક કડકીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ.
આ ડાયમંડનું નામ હાલના તેલંગણામાં સ્થિત ગોલકોન્ડા ખાણ પરથી આપવામાં આવ્યુ છે. ક્રિસ્ટીના અનુસાર આ જ્વેલરી એક સમયે ઇન્દોરના મહારાજા અને 1920થી 1930ના શાસક યશવંત રાઉ હોલ્કર 2 પાસે હતો. બાદમાં 1923માં મહારાજાના પિતાએ આ સ્ટોનને ફ્રેંચ જ્વેલર ચૌમેટ પાસે બ્રેસલેટમાં બેસાડ્યો હતો.
બાદમાં 1930માં મહારાજાએ મોબોસ્સિનની રોયલ જ્વેલર તરીકે નિમણૂંક કરી હતી. જેણે અનેક નવી ડિઝાઇન બનાવી હતી અને ગોલકોન્ડા બ્લ્યુને તેમાં જડ્યો હતો. આ આઇકોનિક નેકલેસને ફ્રેંચ આર્ટિસ્ટ બર્નાર્ડ બૌટેટ ડિ મોન્વેલ દ્વારા ઇન્દોરની મહારાણીના ચિત્રમાં ભારતીય શાહીઠાઠ અને યુરોપિયન સ્ટાઇલના મિશ્રણ તરીકે વણી લેવા આવ્યો હતો.
જોકે ભારત સ્વતંત્રતા થયા બાદ 1947માં બ્લ્યુ ડાયમંડ અમેરિકાના વિખ્યાત જ્વેલર હેરી વિન્સ્ટનને વેચવામાં આવ્યો હતો જેણે સફેદ ડાયમંડના મેચમાં એક બ્રુચમાં જડ્યો હતો. આ બ્રુચ આખરે બરોડાના મહારાજા પાસે પહોંચતા જ્વેલની શાહી યાત્રા સતત રહી હતી.