રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વકીલના હત્યારાઓને પકડવામાં પોલીસનો પનો ટૂંકો પડયો

01:54 PM Mar 16, 2024 IST | Bhumika
Advertisement

આમ તો જામનગર શાંત શહેર હોય તેવું ભાષણ, કાગલ અને વાતો દર્શાવવામાં આવે છે. પરંતુ વાસ્તવિક કઈક અલગ જ છે. પોલીસની ઢીલી નિતીના પાપે જામનગરમાં આરોપીઓ ફાટીને ધુમાડે ગયા છે. તેવામાં જામનગરમાં બુધવારની સાંજે હત્યાની ચકચારી ઘટના સામે આવી હતી. ટોળાએ વકીલ પર હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ શહેરભરમાં સોંપો પડી ગયો છે.જોકે કડક કામગીરીના દાવા કરતી જામનગર પોલીસે હજુ એક પણ આરોપીને પકડ્યો નથી. હત્યાના 3-3 દિવસ વીતવા છતાં પણ પોલીસ આરોપી સુધી પહોચી શકી નથી. માત્ર કડક સજા કરવામાં આવશે તેવા દાવા કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે.

Advertisement

જામનગરના વકીલ હારૂૂન પલેજા છેલ્લા 30 વર્ષથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ આજે સાંજના સમયગાળા દરમિયાન જામનગરના બેડી વિસ્તારમાંથી પોતાનું બુલેટ બાઈક લઇને પસાર થઈ રહ્યા હતા. હારુનભાઈ બેડેશ્વર વિસ્તારમાં આવેલ વાછાણી ઓઇલ મિલ નજીકથી પસાર થઈ તે રોઝુ ખોલવા જઇ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ પ્રથમ પથ્થરમારો કરતા હારુન પલેજા બાઇક પરથી નિયંત્રણ ખોઈ બેઠા હતા અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હુમલો કર્યો હતો સરાજાહેર હુમલાને પગલે એડવોકેટ હારુન પલેજાને ગંભીર ઇજા થવા પામી હતી અને તેઓને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ હારુન પલેજા હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના હત્યામાં પરિણામી હતી. આ પ્રકરણમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 15 આરોપી સામે ગુન્હો દાખલ કરવામા આવ્યો છે. આરોપી બસીર જુસબ સાઈચા, ઇમરાન નૂરમામદ સાઇચા, રમજાન સલીમ સાઇચા, સિકંદર નૂરમામદ સાઇચા, રિઝવાન ઉર્ફે ભૂરો અસગર સાઇચા, જાબીર મહેબૂબ સાઇચા, દિલાવર હુસેન કકલ, સુલેમાન હુસેન કકલ, ગુલામ જુસબ સાઈચા, એજાઝ ઉંમર સાઇચા, અસગર જુસબ સાઈચા, મહેબૂબ જુસબ સાઈચા, રજાક ઉર્ફે સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા, સબીર ઓસમાણ ચમડિયાની સામે ગુન્હો નોંધાયો છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર હારુનભાઈ કાસમભાઈ પલેજા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ગત વર્ષે જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એક શિક્ષિકાએ આપઘાત કરી લીધો હતો જેમાં રજાક નુરમામદ સાઇચા તથા અખ્તર અનવર ચમડીયા તથા અફરોજ તૈયબ ચમડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. આ ત્રણ શખ્સોના ત્રાસથી તેણીએ આપઘાત કરી લીધાનું સામે આવ્યું હતું.ત્યારબાદ આ ગુન્હામાં ફરિયાદી પક્ષે હારુન પલેજા વકીલ તરીકે રોકાયા હતા. ત્યારે જામીન અરજીની સુણવણીના દિવસે કોર્ટ રૂૂમની બહાર લોબીમાં મૃતક શિક્ષિકાના ભાઈ ઈશાકભાઈ ઇબ્રાહીમભાઈ હુંદડા અને વકીલ હારુનભાઈ સાથે ત્યાંથી નીકળતા આ વખતે આરોપી રજાક સોપારી, ઉંમર ઓસમાણ ચમડિયા, સબીર ઓસમાણ ચમડિયાએ તેનો રસ્તો રોકી તેઓને હારૂૂનભાઈ પલેજાને ગાળો આપી કેસ પાછો ખેંચી લેવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આ હત્યાના વારદાતને અંજામ અપાયાનું સામે આવ્યું છે. શિક્ષિકા આપઘાત કેસમાં ફરિયાદી અને વકીલના જીવને જોખમ હોવાની અનેક ચર્ચા ચાલતી હતી. જે બુધવારની સાંજે હકીકતમાં પરિણમી હતી. 15 જેટલા આરોપીઓ હત્યાની અંજામ આપી નાશી છૂટ્યા હતા. સાંજ નો સમયગાળો હોવા છતાં આરોપી વકીલને મોત ને ઘાટ ઉતારી નાશી ગયા હતા. છતાં પણ પોલીસે નાકાબંધી કરી હોય તેવા દર્શયો ક્યાંય દેખાયા ન હતા. હજુ પણ 3 દિવસ વીતવા છતાં આરોપીઓ બિનદાસ ફરી રહ્યા છે. છતાં પણ પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં નિસફળ છે જેને લઈને લોકોમાં પોલીસની કામગીરી સામેં સવાલો ઉઠી રહ્યા છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement