For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

8 વર્ષની બાળકીનો દેહ અભડાવનાર શખ્સને છેલ્લા શ્ર્વાસ સુધીની કેદ

07:03 PM Feb 06, 2024 IST | Bhumika
8 વર્ષની બાળકીનો દેહ અભડાવનાર શખ્સને છેલ્લા શ્ર્વાસ સુધીની કેદ

નાબાલિક બાળાનું અપહરણ કરી જર્જરિત મકાનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાના કેસમાં ધરપકડ થઇ’તી

Advertisement

રાજકોટની ભાગોળે આવેલા મુંજકા ગામના અવાવરું મેદાનમાં જર્જરીત મકાનમાં માસુમ બાળકીનો દેહ પિખી નાખનાર નરાધમ સામેનો કેસ ચાલી જતાં પોક્સો કોર્ટના ન્યાયધીશે પરપ્રાંતિય શખ્સને જીવે ત્યાં સુધીની જેલ વાસનો હુકમ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીક આવેલા મુંજકા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રનો વતની કિશોર કેશવ તાવડે નામના પરપ્રાંતિય શખ્સે 8 વર્ષની નાબાલીક બાળાને લાલચ આપી અપહરણ કરી અવાવરૂ સ્થળે જજરિત મકાનમાં લઇ જઈ હવસનો શિકાર બનાવ્યાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોર કેશવ તાવડે નામના શખ્સ સામે પોકસો, અપહરણ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ઝડપાયેલા શખ્સ સામેની પ્રાથમિક તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. બાદ સ્પેશિયલ પોકસો કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા એપીપી મહેશભાઈ જોશી ઉપસ્થિત રહી ફરિયાદી, તબીબ, ભોગ બનનાર, તપાસનીશ અને સાહેદોને તપાસવામાં આવેલા હતા. આરોપી પરિણીત છે. અને સમાજ વિરોધી ગંભીર પ્રકારનો ગુનો આચર્યો છે. જો આવા ગુનેગારોને માફ કરવામાં આવશે તો સમાજમાં દુષ્કૃત્યના બનાવોમાં વધારો થશે તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાકેલા ચુકાદાને ધ્યાને લઇ સ્પેશિયલ પોક્સો કોર્ટના અધિક સેશન્સ જજ બી.બી .જાદવે કિશોર કેશવ તાવડેને કલમ 376 અને પોક્સોમા જીવે ત્યાં સુધી જેલ વાસ અને રૂૂ.20,000 નો દંડ ન ભરે તો વધુ છ માસની સજા અને કલમ 363માં ત્રણ વર્ષની સજા અને 2,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા નો હુકમ કર્યો છે. સરકાર પક્ષે એ પી પી તરીકે મહેશભાઈ એસ જોશી રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement