મોટી પાનેલી પંથકમાં સતત પડી રહેલા કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો બેહાલ
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી પંથક મા છેલ્લા આઠ દિવસ થી પડી રહેલા કમોસમી વરસાદે પાક નો સોથ બોલાવી દીધો છે માવઠા ની કહેર વચ્ચે સતત ઝાપટા અને ક્યારેક ભારે પાવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે આજે ફરી જોરદાર વરસાદ પડતા ચારે બાજુ પાણી ફરી વળ્યાં હતા પાનેલી ઉપરાંત ખારચીયા વલાસણ રબારીકા ચરેલીયા હરિયાસણ સાતવડી માંડાસણ વગેરે ગામોમાં માવઠાએ ભારે કહેર મચાવી છે ખેતરોમાં ત્યાર થી ગયેલ પાક મગફળી તુવેર કપાસ સોયાબીન જેવા પાકો સાવ ઘરે લયાવવાની તૈયારી મા હતા ત્યારેજ છેલ્લા આઠ દિવસ થી સતત વરસી રહેલા ઝાપટા થી તૈયાર ઝણસો નો કચ્ચર ઘાણ વળી ગયો છે.
ખેડૂતોના હાથમા હવે કઈ આવે એવુ રહ્યું નથી ધરતીપુત્રો કુદરતને કોસી રહ્યા છે ના કોઈને કહી શકે કે ના રહી શકે એવી કફોડી હાલત ધરતીપુત્રોની કુદરતે કરી છે કોને કહું રૂૂદિયાની વાત જ્યાં મારો માઈલો રિસાયો ભારે હૃદયે અન્નદાતા અંદર અને અંદર પિલાઈ રહ્યો છે આંશુ ની ધારા અંતર મા વહાવે છે પણ આંખો સુધી પહોંચતી નથી આખા વર્ષના ખર્ચા અને ભવિષ્ય ની ચિંતામાં ગરકાવ ખેડૂતો પોતાના પરિવારનુ ગુજરાન કેમ કરશે કેમ બાળકોની ફી ભરશે કે કેમ દીકરા દીકરીના વિવાહ નિભાવશે આવી અનેક સમશ્યાની ચિંતામા ખેડૂત ના મનમાં ના કરવાનું કરવાના વિચારો પણ આવી શકે છે આખા વર્ષની મહેનત ઉપર કુદરત રિઝયો છે ત્યારે આ અન્નદાતા નુ કોણ સાંભળશે?? ક્યાંક ચારે બાજુથી ઘેરાયેલો ધરતીપુત્ર અવળા પગલાં તરફ તો નહીં વળે ને?? એ પણ ચિંતાનો વિષય છે.