ઓમ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવા ગયેલા જીએસટી અધિકારીને માલિકે ફડાકો ઝીંકી દીધો
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવા ગયેલા જીએસટીના અધિકારીને રેસ્ટોરન્ટ માલિકે બોલાચાલી કરી તમાચો ઝીંકી દેતાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ રેસ્ટોરન્ટમાંથી દારૂૂની ચાર બોટલ મળી આવતાં પોલીસે દારૂૂ અંગે રેસ્ટોરન્ટ માલીક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે.
જીએસટીનાં અધિકારી અંકિત બચ્છોલાલ (ઉ.વ.36) ઉપરાંત અન્ય અધિકારીઓ જયપ્રકાશસિંહ રામચદ્રસિંહ (ઉ.વ.30), રાહુલસિંગ દલબીરસિંગ (ઉ.વ.31), લલિત મુકેશ ચંદેલ સહિતનો સ્ટાફ આજે ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં ચેકિંગ માટે ગયો હતો.આ સમયે રેસ્ટોરન્ટના માલીક વલ્લભ જીવરાજભાઈ તારપરાએ સ્ટાફ સાથે માથાકૂટ કરી, બોલાચાલી કરી, અધિકારીને તમાચો ઝીંકી દઈ ત્યાંથી જતો રહ્યો હતો. બીજી તરફ તપાસ કરતાં જીએસટીના સ્ટાફને રેસ્ટોરન્ટમાંથી દારૂૂની બોટલ મળી આવતાં ભક્તિ નગર પોલિસને જાણ કરાઈ હતી.
આથી પીએસઆઇ જે.જે.ગોહિલ સહિતના સ્ટાફે રેસ્ટોરન્ટ પહોંચી તપાસ કરતાં ત્યાંથી રૂૂા.14900ની કિંમતની દારૂૂની ચાર બોટલ મળી આવતાં કબજે કરી રેસ્ટોરન્ટ માલીક વલ્લભ તારપરા સામે દારૂૂ અંગે ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ જીએસટી અધિકારી સાથે બોલાચાલી કરી તમાચો ઝીંકવા મામલે પણ ભક્તિનગર પોલીસે તપાસ શરૂૂ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.