સૌરાષ્ટ્રમાં ડાલામથ્થાની સંખ્યા 891એ પહોંચી, 32 ટકાનો વધારો
16મી સિંહ વસતી ગણતરીના આંકડા જાહેર, કુલ 330 માદા, 196 નર અને 225 સિંહબાળ અને 260 પાઠડા નોંધાયા
16મી સિંહની વસ્તી ગણતરીના આંકડા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાં. રાજ્યમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા એશિયાટીક સિંહની કુલ સંખ્યા 217 વધીને 891એ પહોંચી છે. તા. 11થી 13 મે દરમિયાન હાથ ધરાયેલ 16મી સિંહ ગણતરીના આંકડા આજે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 330 માદા, 196 નર, 225 સિંહબાળ અને 260 પાઠડા નોંધાયા છે.
આ વસ્તીગણતરીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લા, 58 તાલુકા અને અંદાજીત 3500 કિલોમીટર વિસ્તારમ ાં વન વિભાગના કર્મચારીઓ, સ્થાનિક સરપંચો, એનજીઓ અને સ્વયંસેવક મળી કુલ 3000 કરતા વધુ લોકોએ ભાગ લીધો હતો.
રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરાએ વિધિવત રીતે સિંહ ગણતરીનો પ્રારંભ કરાવ્યો છે. આધુનિક સાધન સંસાધનોની વચ્ચે સૌરાષ્ટ્રના 11 જિલ્લા 58 તાલુકા અને અંદાજિત 35,000 કિલોમીટર વિસ્તારમાં વન વિભાગના કર્મચારી, સ્થાનિક સરપંચો, એનજીઓ અને સ્વયંસેવકો મળીને કુલ 3000 કરતા પણ વધુ કર્મચારીઓ 16મી સિંહ ગણતરીને પૂર્ણ કરી હતી.
વર્ષ 1936થી ગીરના સિંહની ગણતરી કરવાની પરંપરા શરૂૂ થઈ છે જે આજે 85 વર્ષથી સતત થતી આવી છે. જેમાં સમય અને સંજોગોને અનુકૂળ આધુનિક સંસાધનો અને ટેકનોલોજીની સાથે સેટેલાઈટનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. વન વિભાગના અસ્તિત્વમાં આવ્યા બાદ સિંહ ગણતરીમાં બીટ વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ શરૂૂ થયો તે મુજબ આ વખતની સિંહ ગણતરીમાં મોબાઇલ ફોનની સાથે જીપીએસ, આધુનિક વિડીયો, ફોટો, કેમેરા, દૂરબીન, રેડિયો કોલર, સેટેલાઈટ અને મોબાઇલ એપના માધ્યમથી 11 જિલ્લાના 58 તાલુકાના 08 રીઝીયનમાં 3,000 કરતા પણ વધારે વન વિભાગના કર્મચારી અધિકારીની સાથે એનજીઓ સ્વયંસેવકો અને સ્થાનિક સરપંચો જોડાયા હતાં.
16મી સિંહ ગણતરીને લઈને રાજ્યનો વન વિભાગ પાછલા એક મહિનાથી સતત કાર્યરત જોવા મળતું હતું. જેમાં વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહ ગણતરીને લઈને આપવામાં આવતી તાલીમ સેમીનાર અને જે ગણતરીકારને આધુનિક સાધન અને સંસાધનોનો ઉપયોગ અગાઉના વર્ષમાં ક્યારેય કર્યો નથી તેવા તમામ કર્મચારીઓને ગણતરીમાં ઉપયોગમાં લેવાના લેવામાં આવતા સાધનોથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. સિંહ ગણતરીના ઇતિહાસમાં પ્રથમ વખત 11 જિલ્લાના 600 જેટલા ગામના સરપંચોને પણ સીધી રીતે સિંહ ગણતરીમાં સામેલ કરવામાં આવ્યા છે. જે પણ આ વખતની સિંહ ગણતરીની સૌથી મોટી અને ધ્યાન ખેંચે તેવી બાબત સામે આવી છે.
સૌરાષ્ટ્રનો 35000 ચો.કિ.મી. વિસ્તાર સિંહનું ઘર: મોરબી જિલ્લામાં પણ સિંહની વસતી જોવા મળી
16મી સિંહ વસ્તીગણતરીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. અંદાજે 35000 ચો.કિ.મી. વિસ્તારમાં સિંહની હાજરી જોવા મળી હતી. ગીર અને ગીરના રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભિયારણ ઉપરાંત અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, પોરબંદર અને મોરબી જિલ્લામાં પણ સિંહની વસ્તી જોવા મળી હતી.