નવા ટેરિફથી રાજ્યના 19 લાખ માછીમારોની આજીવિકા જોખમમાં
ભારતીય સોફૂડ નિકાસ ઉદ્યોગ, ખાસ કરીને ઝીંગાના ઉત્પાદન અને નિકાસ પર અમેરિકા દ્વારા લાગુ કરાયેલા નવા ટેરિફ ને કારણે ગંભીર સંકટ ઊભું થયું છે. આ ટેરિફ ની સીધી અસર ગુજરાત સહિત દેશભરના લાખો માછીમારો અને સી ફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારોની આજીવિકા પર પડી રહી છે. આ પરિસ્થિતિ ભારતના લગભગ 7.4 બિલિયન ડોલર એટલે 65,000 કરોડ રૂૂપિયાના વાર્ષિક નિકાસ મૂલ્ય પર સીધો પ્રભાવ પાડી રહી છે ગુજરાતની 300 કરોડથી વધુની નિકાસ અટકી ગઈ છે. અમેરિકા, જે ભારત માટે ઝીંગા નિકાસનું સૌથી મોટું બજાર છે, તેણે તાજેતરમાં 50 ટકા નો નવો ટેરિફ લાગુ કર્યો છે. આ ટેરિફ અગાઉ લાગુ કરાયેલા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી અને કાઉન્ટર વેલિંગ ડ્યૂટી સાથે મળીને કુલ ડ્યૂટીનો ભાર 57-58 ટકા સુધી પહોંચાડી દે છે.
સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SEAI ) ના પૂર્વ અધ્યક્ષ જગદીશભાઇ ફોફંડી ના જણાવ્યા અનુસાર, ભારતની કુલ સીફૂડ નિકાસમાં કલ્ચર્ડ પ્રાઉન્સનો હિરસો 70 ટકા જેટલો છે, જેમાંથી 40 ટકા જેટલી ઝીંગા અમેરિકાને નિકાસ કરવામાં આવે છે. આ ટેરિફને કારણે અમેરિકામાં ભારતના 2.7 બિલિયન ડોલરના નિકાસ પર સીધી અસર થઈ છે.
ગુજરાત રિજીયન-સી ફૂડસ એક્સપોર્ટ એસો.ના પ્રમુખ કેતનભાઇ સુયાણીના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી અમેરિકામાં 300 કરોડનું એક્સપોર્ટ હતું, જે 15 ઑગસ્ટ બાદ બંધ થઈ ગયું છે. માછીમારો સ્થાનિક બજારમાં 50 ટકા ઓછા ભાવે માલ વેચવા મજબૂર બન્યા છે.
શરૂૂઆતમા ખરીદદારો 25 ટકા ના વધારાને સ્વીકારતા હતા, પરંતુ 50 ટકા ના નવા ટેરિફને કારણે મોટા ભાગના લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ રહ્યા છે. 100 ક્ધટેનરના વાર્ષિક ઓર્ડર જેવા કરારો પણ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ ગુજરાત માટે ખાસ કરીને ગંભીર છે, જ્યાં 300 કરોડથી વધુની નિકાસ અટકી ગઈ છે.
ગુજરાતમાં જ લગભગ 15-17 લાખ લોકો સીધા માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જ્યારે 6-7 લાખ લોકો પરોક્ષ રીતે આ વ્યવસાય પર નિર્ભર છે. રાજ્યમાં 20,000 થી વધુ મોટી ટ્રોલર બોટો અને આપવા માટે પહેલેથી જ પગલાં લીધાં છે. 3,000 થી વધુ માછલી ફાર્મ્સ કાર્યરત છે. આ બધાની રોજગારી અને આજીવિકા આ નિકાસ પર સીધી રીતે આધારિત છે. આ સંકટની સીધી અસર દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, તેમજ આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુના એક્વાકલ્ચર ફાર્મ્સ પર પડી રહી છે. આ રાજ્યોની સરકારોએ માછીમારો અને ફાર્મસ ને રાહત આપવા માટે પહેલેથી જ પગલાં લીધા છે.
હાલની આ ગંભીર પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટે સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહતની માગણી કરી છે. મુખ્ય માગણીઓમાં (1) ઉત્પાદનખર્ચ ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિસિટો ડ્યૂટીમાં તાત્કાલિક રાહત આપે (2) રાજય સરકાર દ્વારા લેવાતા અન્ય ટેક્સ અને ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે (3) હાલમાં રોકાઈ ગયેલા લોગ-ટર્મ ફાઇનાન્સ અને બંધ થયેલા ઇન્ટરેસ્ટ સબમિશન ને ફરી શરૂૂ કરવામાં આવે. (4) સ્ટેટ ફાઇનાન્સિંગ બોડીઝ દ્વારા માછીમારો, એક્વાકલ્ચર ફાર્મર્સ અને એક્સપોર્ટ રો ને પૂરતું ફાઇનાન્સ પૂરું પાડવામાં આવે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની સરકારોની જેમ ગુજરાત સરકારે પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 17-18 લાખ પરિવારોને મદદ કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ એવી ઉદ્યોગના આગેવાનોની અપીલ છે.