For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્માર્ટ સિટીનું નવું નામ ‘અટલ સિટી’, મુખ્યમંત્રી કરશે લોકાર્પણ

04:52 PM Nov 16, 2024 IST | admin
સ્માર્ટ સિટીનું નવું નામ ‘અટલ સિટી’  મુખ્યમંત્રી કરશે લોકાર્પણ
Screenshot

930 એકરમાં પથરાયેલા ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી એરિયામાં 550 કરોડના ખર્ચે રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે

Advertisement

નામકરણની દરખાસ્ત બોર્ડમાં રજૂ, મુખ્યમંત્રી પાસે લોકાર્પણનો સમય મગાયો

શહેરને સ્માર્ટ સીટી માટે પસંદ કરાયા બાદ રૈયા ગામ પાસે સ્માર્ટ સીટીનું આયોજન કરવામાં આવ્યું છે. અને અટલસરોવર અને આવાસ યોજનાનું લોકાર્પણ થઈ ગયાબાદ હવે ગ્રીનફીલ્ડ સ્માર્ટસીટી એરિયામાં 550 કરોડના ખર્ચે ઈન્ફાસ્ટ્રક્ચરનો પોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે પૂર્ણતાના આરે હોય મહાનગરપાલિકા દ્વારા તેનું અટલ સીટી નામકરણ કરવામાટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે આગામી જનરલબોર્ડમાં મંજુર કરવામાં આવશે. તેવી જ રીતે પ્રોજેક્ટના લોકાર્પણ માટે મુખ્યમંત્રીનો સમય માગવામાં આવ્યો છે.

Advertisement

દેશભરના 100 સ્માર્ટ સિટીમાં એકમાત્ર એવા રાજકોટના 930 એકરમાં પથરાયેલા ગ્રિનફિલ્ડ સ્માર્ટસિટી એરિયામાં અટલ સરોવર આકર્ષણનું કેન્દ્ર બન્યા બાદ હવે રૂૂપિયા 550 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ મિની ગિફ્ટ સિટી સમાન રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વનો પ્રોજેક્ટ હવે પુર્ણતાના આરે છે. અને સંભવત: ડિસેમ્બર મહિનામાં રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાને આ મહત્વના પ્રોજેક્ટની ક્રિસમસ ગિફ્ટ મળે તેવી સંભાવના છે. રોબર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આઇ.ટી. અને આઇ સીસીસીના કામોને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દેશભરના 100 સ્માર્ટ સિટીમાં થર્ડ ફેસમાં પસંદ થયેલા રાજકોટના સ્માર્ટસિટી ક્ધસેપ્ટ એકમાત્ર ગ્રાઉન્ડ ફિલ્ડ ગિફ્ટસિટી તરીકે ગ્રિનફિલ્ડ આધારિત છે.જ્યારે સુરત ડાયમંડ સિટી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના ડેવલપર્સ લાભ લે તો રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત સ્માર્ટ સિટીમાં ઉભી કરાયેલી સગવડતા સૌરાષ્ટ્રનું પહેલું ગિફ્ટ સિટી બને તેમ છે. રાજકોટના સ્માર્ટસિટીમાં રોબર્ટ ઇન્ફાસ્ટ્રક્ચર 930 એકરમાં ફેલાયેલું છે. જે અંતર્ગત સ્માર્ટસિટી વિસ્તારમાં 26 જેટલા બગીચાઓ છે.જેમાં પર્યાવરણની જાળવણી માટે દરવર્ષે 50 હજાર વૃક્ષોનું વાવેતર સદભાવના ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવશે.

સ્માર્ટસીટી વિસ્તારમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિરૂૂપે આઠ એકરમાં શહિદપાર્ક બનાવવામાં આવશે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 17 કિલોમીટર વિસ્તારમાં 18 મીટરથી 60 મીટરના રોડ બનાવવામાં આવશે. જ્યારે 11 કિલોમીટરથી વધુ વિસ્તારમાં બીઆરટીએસ રૂૂટ બનાવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી વિસ્તારમાં બીઆરટીએસ સાથે સીએનજી અને ઇલેક્ટ્રિક બસ પણ દોડાવાશે. સાથોસાથ ઇલેક્ટ્રિક બસનું ચાર્જીંગ સ્ટેશન પણ અહીં ઉભું કરવામાં આવશે. રોબર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 14 કિલોમીટર વિસ્તારમાં સાયકલ ટ્રેકની સગવડતા ઉભી કરવામાં આવશે. મોબાઇલ, ટેલિફોન કે વીજ કંપનીના કેબલ માટે અવારનવાર રોડ રસ્તાનું ખોદકામ ન થાય તે માટે સ્માર્ટસિટી વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ કેબલ તેમજ વોટર સપ્લાય માટે અંડર ગ્રાઉન્ડ લાઇનની સગવડતા ઉભી કરવામાં આવી છે. અટલ સરોવરમાં જળ સંચય કરવા 30 એકરમાં વરસાદી પાણીને ચેનલાઈઝ કરવામાં આવ્યા છે. આવી જ રીતે પૂરની પરિસ્થિતિમાં વોંકળાના પાણી પણ અટલ સરોવરમાં ઠલવાય તે માટે તમામ વોંકળા પણ ચેનલાઈઝ કરાયા છે. ગટરનું પાણી શુધ્ધ કરવા માટે રૂૂ.22 કરોડના ખર્ચે આઠ એમએલડીનો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એસટીપી પ્લાન્ટ મારફત ગંદુ વાસવાળુ અને કલરવાળુ પાણી શુધ્ધ કરવા માટે એલન્ટી કંપની દ્વારા પ્લાન ચાલુક રવામાં આવશે તેમજ મેન્ટેનન્સ અને ઓપરેટ સહિતનું કામ આપવમાં આવશે.

ગ્રીનબેલ્ટ એનર્જી સેવિંગ સિસ્ટમ ઊભી કરાશે

અટલસીટી એરિયામાં અન્ય પ્રોજેક્ટોની સાથો સાથ સૌપ્રથમ સ્માર્ટલાઈવ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશ.ે જેનું કામ પૂર્ણતાના આરે જાણવા મળેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઈલેક્ટ્રીક કેબલ અંડરગ્રાઉન્ડ હોવાની સાથો સાથ જરૂરિયાતમુજબ પાવર સપ્લાય થાય તે મુજબનું ગ્રીનબેલ્ટ એનર્જી સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. આ સ્માર્ટલાઈટ પ્રોજેક્ટના કારણે વધુ માત્રામાં એનર્જી સેવીંગ થશે અને ભવિષ્યમાં આ વિસ્તારમાં સોલાર સિસ્ટમ ઉભી કરવાનો પ્રોજેક્ટ પણ હાથ ઉપર લેવામાં આવ્યું છે.

વાહન ક્ધટ્રોલ સ્પીડબ્રેકરો બનશે

રોબર્ટ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંતર્ગત અટલ સીટી વિસ્તારમાં નવા રોડ રસ્તાઓ તેમજ બીઆરટીએસની સાથો સાથ વિદેશમાં જ હાલમાં જે સિસ્ટમ ચાલુ છે તે કનસેપ્ટ મુજબ અલગ અલગ પ્રકારના સ્પીડ બ્રેકરો બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના સ્પીડબ્રેકરો દ્વારા વાહન ક્ધટ્રોલમાં કરી શકાશે. દા.ત. જ્યારે કોઈપણ રાહદારી રોડ ક્રોસકરતા હોય અને તે સમયે કોઈ વાહન સ્પીડમાં આવતુ હોય તો સ્પીડબેકર સિસ્ટમ દ્વારા તેનીસ્પિડ આપમેળે જ ધીમી પાડી દેવાઈતેવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. જેના લીધે હિટ એન્ડ રનના કેસમાં ઘટાડો થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement