સોમનાથ બાયપાસથી કાજલી ગામ સુધીનો નેશનલ હાઇવે બિસમાર હાલતમાં
સોમનાથ બાયપાસ થી કાજલી ગામ સુધી નો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયેલ છે કાજલી માર્કેટીંગ યાર્ડ ની બાજુમાં હિરણ નદી ઉપર આવેલ પુલ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે જેથી આ પુલ ઉપર થી વાહન પસાર કરવામાં ખુબજ મુશ્કેલી પડે છે અને તેમાં નાના બાઇક ચાલકો મોટા ખાડા ને કારણે વારંવાર પડવાં ના બનાવો બને છે અને આ ખરાબ રસ્તો કાજલી ગામ ના રોડ સુધી આવેલ છે આ રસ્તા ઉપર થી સતત વાહનો ચાલતા હોય છે અને એક સેક્ધડ પણ વાહનો બંધ રહેતા નથી તેમજ આ અતિ બિસ્માર રસ્તા ને કારણે દિવસ ભર ટ્રાફીક ની સમસ્યા રહે છે અને ખરાબ રસ્તા થી વાહનો ને નુકસાન થાય છે અને વાહન મા મુસાફરી કરતા લોકો ના હાડકાં ખોખરા થય જાય છે.
આ રોડ ઉપર થી દિવસ દરમ્યાન જીલ્લા કક્ષા ના અધિકારી ઓ અને રાજકિય અગ્રણી ઓ પણ નિકળતા હોય છે પરંતુ લોકો ની સમસ્યા રૂૂપ આ રસ્તો રીપેરીંગ મા કોઈ ને પડી નથી આ રસ્તા ની ખરાબ સ્થિતિ ધણા સમયથી છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છતા આ રસ્તા ને રીપેરીંગ કરવા મા આવતો નથી જેથી તંત્ર કુંભકર્ણ ની નિંદ્રા માંથી જાગી અને લોકો માટે આ ખુબજ મહત્વ ના રસ્તો તાત્કાલિક રીપેરીંગ કરાવે તેવી લોકો ની માંગણી છે.