For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિંદૂર હટાવનારાના નામ ભૂંસાઈ જશે: મોદીનો રણટંકાર

03:39 PM May 26, 2025 IST | Bhumika
સિંદૂર હટાવનારાના નામ ભૂંસાઈ જશે  મોદીનો રણટંકાર

પાકિસ્તાન અને આતંકવાદીઓ સામેની કાર્યવાહી માત્ર સ્થગિત કરાઈ છે

Advertisement

પાક.નો જન્મ થયો ત્યારથી એક માત્ર લક્ષ્ય ભારતથી દુશ્મની છે

દાહોદ ખાતે લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન

Advertisement

‘ઓપરેશન સિંદૂર’ની સફળતા પછી પ્રધાનમંત્રી મોદી પહેલી વાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન દાહોદમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે અમે ફક્ત પાકિસ્તાન અને આતંકવાદી ઠેકાણાઓ સામે કાર્યવાહી સ્થગિત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલનો જવાબ 6 મેના રોજ આપવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, સિંદૂર હટાવનારાના નામ ભૂંસાઈ જશે તે નક્કી છે. આતંકવાદીઓએ 140 કરોડ લોકોને પડકાર ફેંક્યો. મોદીએ ત્રણેય દળોને છૂટ આપી. આતંકવાદીઓને ખબર નહોતી કે તેઓ મોદી સામે લડી રહ્યા છે. 22 મિનિટમાં આતંકવાદીઓનો સફાયો થઈ ગયો. ભારત આતંકવાદ સામે ચૂપ રહી શકે નહીં. અહીં પણ સેનાના નિવૃત્ત જવાનો આવ્યા છે. હું તેમને પણ સલામ કરું છું. હું દાહોદની ભૂમિથી સેનાના શૌર્યને નમન કરું છું. ભાગલા બાદ જે દેશનો જન્મ થયો તેનું એક માત્ર લક્ષ્ય ભારતથી દુશ્મની છે, ભારતને નુકસાન કરવાનું છે, ભારતથી નફરત છે, ભારતને નુકસાન કરવાનું છે. પરંતુ ભારતનું લક્ષ્ય ગરીબી દૂર કરવાનું છે, અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની છે. વિક્સિત ભારત બનાવવાનું છે. અમે આ જ દિશામાં કામ કરી રહ્યા છીએ.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે મોદીનો મુકાબલો કરવો કેટલું મુશ્કેલ છે. તિરંગો લહેરાવતા રહો. જરા વિચારો બાળકોની સામે પિતાને ગોળી મારી દીધી, આજે પણ આ તસવીરો જોઇએ છીએ ત્યારે લોહી ઉકળી ઉઠી જાય છે. આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો. મોદીએ પણ તે જ કર્યું જેના માટે દેશવાસીઓએ મને પ્રધાનસેવકની જવાબદારી આપી હતી.

આદિવાસી વિસ્તારના ગામો માટે ધરતી આબા બિરસા મુંડાને ધરતી આબા કહે છે. ધરતી આબા જનજાતિ ઉત્કર્ષ યોજના હેઠળ કામ શરૂૂ કર્યું છે. મારા આદિવાસી ભાઈ-બહેનો માટે આખા દેશમાં પાક્કા ઘર બની રહ્યા છે. જેને કોઈ ન પૂછે એને મોદી પૂછે, આદિવાસીઓમાં પણ અનેક સમાજ પાછળ રહ્યા છે. મેં તેની પણ ચિંતા માથે લીધી છે. તેના માટે પીએમ જનમન યોજના બનાવી છે.

ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જ્યારે ગુજરાત સાયકલથી લઈ મોટર સાયકલ હોય કે રેલવેના એન્જિન હોય કે પ્લેન હોય ગુજરાતની ધરતી પર બનશે. દુનિયામાં પણ ઓછા જોવા મળે એવું વડોદરાથી ગોધરા, કાલોલ, હાલોલ સુધી નેટવર્ક બની રહ્યું છે.

જાહેર સભા દરમિયાન, પીએમ મોદીએ કહ્યું, અમે વિકસિત ભારત બનવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. ભારત ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે, ભારત ટેકનોલોજી બનાવે છે અને વિશ્વને પણ આપે છે. આજે, આદિવાસી વિસ્તારોમાં પણ સ્માર્ટ શહેરો બનાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને હોળી, દિવાળી અને ગણેશ પૂજા જેવા તહેવારો દરમિયાન મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને તેનો ઉપયોગ કરવા વિનંતી કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દાહોદમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, આજે દેશ નિરાશામાંથી બહાર આવી ગયો છે અને આત્મવિશ્વાસના પ્રકાશમાં ત્રિરંગો લહેરાવી રહ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ દાહોદમાં ભારતીય રેલ્વેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ અને નિકાસ માટે 9000 એચ.પી. ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન કરશે. પીએમ મોદી પ્લાન્ટમાંથી ઉત્પાદિત પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનને પણ લીલી ઝંડી આપશે. આ એન્જિનો ભારતીય રેલ્વેની માલવાહક ક્ષમતા વધારવામાં મદદ કરશે.

આજે મેં પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતાં: મોદી
પીએમ મોદીએ કહ્યું, ‘આજે 26 મે છે. 2014 માં આ તારીખે મેં પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. પહેલા ગુજરાતના લોકોએ મને આશીર્વાદ આપ્યા, પછી કરોડો ભારતીયોએ મને આશીર્વાદ આપ્યા. હું મારી ફરજ બજાવી રહ્યો છું. અમે એવા નિર્ણયો લીધા જે અકલ્પનીય અને અભૂતપૂર્વ હતા. દેશે સ્વતંત્રતાનો શ્વાસ લીધો છે, તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ રહી છે.’

વડોદરામાં રોડ શોમાં કર્નલ સોફિયાના પરિવારની હાજરી
વડોદરાના હરણી એરપોર્ટ પર શરૂૂ થયેલા રોડ શો માટે લોકો રસ્તાઓ પર ઉભા હતા ત્યારે કર્નલ કુરેશીના માતાપિતા, તાજ મોહમ્મદ અને હલીમા કુરેશીએ મોદીનું સ્વાગત કર્યું હતુ. કર્નલ કુરેશીના જોડિયા, શાયના સુનસારાએ મોદી સાથેની મુલાકાતને એક મહાન સન્માન અને રોડ શોને ગર્વની ક્ષણ ગણાવી. તેમણે મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે. કર્નલ કુરેશી મારી જોડિયા બહેન છે. જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે, ત્યારે તે મને અને અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે. સુનસારે કહ્યું કે કર્નલ કુરેશી હવે ફક્ત તેમની બહેન નથી પરંતુ દેશની બહેન છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement