For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અઢી કરોડના ખાદ્યતેલ ચોરીના કૌભાંડમાં ભાજપ કોર્પોરેટરના પતિનું નામ ખૂલતા ખળભળાટ

03:58 PM Oct 14, 2024 IST | admin
અઢી કરોડના ખાદ્યતેલ ચોરીના કૌભાંડમાં ભાજપ કોર્પોરેટરના પતિનું નામ ખૂલતા ખળભળાટ

અમદાવાદના નારોલ નજીક સીઆઇડી ક્રાઇમે કર્યો હતો કૌભાંડનો પર્દાફાશ

Advertisement

અમદાવાદ શહેરમાં ગઈકાલે સીઆઈડી ક્રાઈમના સી.આઈ. સેલે શહેરના નારોલ વિસ્તારમાં લાંભા ગામ જવાના રસ્તા પાસે આવેલા ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં ખાદ્યતેલ ભરેલા ટેન્કરોમાંથી ઓઈલ ચોરી કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. અઢી કરોડની તેલચોરીના આ કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમના સી.આઈ. સેલે કુલ 7 સામે ગુનો નોંધ્યો છે.

તપાસ એજન્સીએ ત્રણ ટેન્કર કબજે કરીને કુલ રૂૂ.2.23 કરોડના મુદ્દામાલ સાથે 5 આરોપીની ધરપકડ કરી હતી. હવે આ કૌભાંડમાં અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિનું નામ સામે આવ્યું છે. અઢી કરોડના ખાદ્યતેલ ચોરીના આ કૌભાંડમાં અમદાવાદ મહાનગરપાલિકાના લાંભા વોર્ડના ભાજપ કોર્પોરેટર ચાંદની પટેલના પતિ તેજસ પટેલનું નામ સામે આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી રાહુલ ભરવાડ તેજસ પટેલનો ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે. બંને જીગરજાન મિત્રો હોય એવા ફોટોઝ પણ તેજસ પટેલે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. આ અંગે ભાજપ હાઇકમાન્ડ સુધી ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવી કે ખાદ્યતેલના ટેન્કરોના ડ્રાઈવરને નજીવા રૂૂપિયાની લાલચ આપીને તેમની સાથે સાંઠગાંઠ કરી લેતા હતા. જયારે પણ ટેન્કરમાં તેલ ભરીને બહાર નીકળે તેની પહેલા અગાઉથી ટેન્કરના વાલ્વને અડધા ખુલ્લા રાખવામાં આવતા હતા. ત્યારબાદ ટ્રક ડ્રાઈવરોનો સંપર્ક કરીને નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લાંભા ગામ પાસેના ખુલ્લા મેદાનમાં ટેન્કર ઉભું રખાવીને ટેન્કરમાં રહેલા ખાદ્યતેલ ચોરી કરવામાં આવતું હતું. નક્કી થયા મુજબ ટેન્કરમાંથી ઓઈલ કાઢી લેવામાં આવે ત્યારબાદ ટેન્કરનો વાલ્વને બંધ કરીને ડ્રાઈવર રવાના થઇ જતા હતા. સીઆઈડી ક્રાઈમે સાત આરોપી સામે ગુનો નોંધીને આ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement