મનુભાઈ મેટ્રોની હત્યાથી જામનગરમાં ઉદ્યોગ જગતમાં સોપો
કાકી સાથે આડો સબંધ હોય અને ઉદ્યોગપતિને ત્યાં કામે આવતી કામવાળીની સાથેના આડાસબંધમાં તેમની હત્યા થયાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. સામાજીક અગ્રણીની હત્યાથી જામનગરના ઓસવાળ સમાજ અને ઉદ્યોગજગતમાં ભારે શોક વ્યાપી ગયો હતો.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42મા વિસ્તારમા રહેતા બ્રાસપાર્ટ કારખાનેદાર ઉદ્યોગપતિ અને મહાજન સમાજના અગ્રણી આગેવાન અને સામાજિક કાર્યકર મનસુખલાલ ખીમજીભાઈ ખીમસિયા (ઉ.વ.66 ઉર્ફે મનું મેટ્રો)ની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી મૂક્યું હતું. મૃતક શંકર ટેકરી વિસ્તારમાં પોતાનું સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમના પર તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક નવરાત્રિ દરમિયાન બાળાઓને લાણી દેવા ગયા હતા. ત્યાથી પરત આવતા હતા ત્યારે રાત્રે 9:30 કલાકના સુમારે તેમના ઉપર છરીથી હુમલો થયો હતો. મનસુખબાઈને 108માં સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં ઓશવાળ જૈન સમાજના અગ્રણીઓ,કાર્યકરો તેમજ મોક્ષફાઉન્ડેશનના ટ્રસ્ટી સહિતના ઉદ્યોગપતિઓ હોસ્પિટલે દોડી ગયા હતા.ં મનસુખલાલને સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું હતું.
સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ સીટીસી ડીવીઝનના પીઆઈ તેમજ એલસીબીના પીઆઈ ધાસુરા તેમજ એસઓજીનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો અને સમગ્ર ઘટનાની જીણવટભરી વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી પુરાવા એકત્ર કર્યા હતાં અને આ હત્યાનો ભેદ મોડી રાત્રે ઉકેલી નાખવામાં આવ્યો હતો. હત્યામાં સંડોવાયેલા એક સગીર વયના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન હત્યા પાછળનું કારણ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અનેક સેવાભાવી એન સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા મનસુખલાલ ઉર્ફે મનુભાઈ મેટ્રોના ઘરે કામ કરતી કામવાળી સાથે તેમના આડા સબંધ હોય જે અંગેની જાણ મહિલાના પરિવારજનોને થઈ હતી. હત્યામાં સંડોવાયેલ સગીર આરોપી કામવાળી મહિલાનો ભત્રીજો થતો હોવાનું જાણવા મળ્યું છે. મનુભાઈ મેટ્રોને પોતાની કાકી સાથેના આડા સબંધમાં ભત્રીજાએ હત્યા કર્યાનું ખુલ્યા બાદ પોલીસે તેને સકંજામાં લીધો હતો. સગીરે ક્રુરતા પૂર્વક ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી મનુભાઈ મેટ્રોની ક્રુર હત્યા કરી હોય આ મામલે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.