For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નવરાત્રી માટે મહાનગરપાલિકા દ્વારા છ પ્લોટ ભાડે આપવા ટેન્ડર જાહેર

05:23 PM Sep 11, 2024 IST | Bhumika
નવરાત્રી માટે મહાનગરપાલિકા દ્વારા છ પ્લોટ ભાડે આપવા ટેન્ડર જાહેર
Advertisement

નવરાત્રીનો તહેવાર નજીક આવતો હોય અર્વાચીન ગરબા આયોજકો દ્વારા પ્લોટ શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આથી મહાનગરપાલિકાએ પણ દર વર્ષની માફક આ વર્ષે પણ પોતાની માલીકીના અલગ અલગ વિસ્તારોમાં આવેલા છ પ્લોટ નવરાત્રી મહોત્સવ માટે ભાડે આપવાનો નિર્ણય લઈ ગઈકાલે ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં અપસેટ પ્રાઈઝ પ્રતિ ચો.મી. રૂા. 5 અને 6 રાખવામાં આવ્યા છે. તા. 20-9-24 સુધીમાં આયોજકોએ ટેન્ડર પહોંચતા કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા પોતાની માલીકીના છ પ્લોટ નવરાત્રી મહોત્સવ માટે ભાડે આપવાનો નિર્ણય લઈ ગઈકાલે ટેન્ડર પ્રસિદ્ધ કર્યુ છે. જેમાં રેસકોર્સ મેદાન ભાગ-એ 12800 ચો.મી.ના પ્રતિ ચો.મી. પ્રતિ દિન રૂા. 6 અને ડિપોઝીટ રૂા. 1 લાખ તથા રેસકોર્સ ભાગ-બી 12723 ચો.મી. ક્ષેત્રફળના પ્રતિ ચો.મી. રૂા. 6 પ્રતિ દિન અને ડિપોઝીટ રૂા. 1 લાખ તથા નાનામૌવા સર્કલ એચપીસીએલ પંપ પાસેના 9438 ચો.મી.ના પ્લોટ પર પ્રતિદિન પ્રતિ ચો.મી. ભાવ રૂા. 6 ડિપોઝીટ 1 લાખ રૂપિયા તથા સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામેનો પ્લોટ 5388 ચો.મી.ના પ્લોટ પર પ્રતિ ચો.મી. અને પ્રતિ દિન રૂા. 6 ડિપોઝીટ રૂા. 1 લાખ તથા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુનો પ્લોટ ક્ષેત્રફળ 3073 ચો.મી. ભાડુ પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા. 5 અને 1 લાખ ડિપોઝીટ અને અમિન માર્ગ કોર્નર ઝેડ બ્લુની સામેનો પ્લોટ ક્ષેત્રફળ 4669 ચો.મી. પ્રતિ દિન પ્રતિ ચો.મી. ભાડુ રૂા. 5 અને ડિપોઝીટ રૂા. 1 લાખ રાખવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement