For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મ્યુનિ.કમિશનરનો હાજર તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખ્યો!

03:53 PM Nov 07, 2025 IST | admin
મ્યુનિ કમિશનરનો હાજર તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખ્યો

રાજકોટ મહાનગરપાલિકાના પગાર સહિતના તમામ ખર્ચના બિલનું ઓડિટ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતુ હોય છે. જે દરમિયાન અનેક વખત કોન્ટ્રાક્ટરો દ્વારા ઓડિટ વિભાગની આંખમાં ધૂળ નાખી ઓવર બિલ બનાવી મંજૂર કરવાના પેતરા કરવામાં આવે છે. જે અમૂક પકડાઇ જાય છે. જયારે બાકીના મંજૂર પણ થઇ જતા હોય છે. પરંતુ અધિકારીઓ દ્વારા મુકવામાં આવેલા ખર્ચના બિલમાં પણ ધાધલી થયાનુ બહાર આવ્યુ છે. કોર્પોરેશના કહેવાતા બાદશાહ મ્યુનિ.કમિશનરનો હાજર થયાની તારીખના બદલે આખા મહિનાનો પગાર કરી નાખવામાં આવ્યો હતો. જે બિલ ઓડિટ વિભાગે અટકાવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisement

ઓડિટ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ આ વખતે અધિકારી દ્વારા મુકવામાં આવતા પગાર બિલ અને ખર્ચના બિલમાં મોટી ધાધલી જોવા મળી છે. તાજેતરમાં નિમણુંક પામેલ મ્યુનિ.કમિશનરનો પગાર હાજર તારીખના બદલે આખા મહિનાનો કરી નાખી બિલ રજૂ કરવામાં આવતા આ બિલ અટકાવી પરત મોકલવામાં આવે છે. ઓડિટ વિભાગની નોંધમાં આ મુદ્દે જણાવવામાં આવ્યુ છે કે, ચકાસણી દરમિયાન નવા હાજર થયેલ કમિશનરનો હાજર તારીખથી પગાર આકરવાનો હોય છે. તેના બદલે પૂર્ણ માસનો પગાર અકારી બિલ બનાવવામાં આવેલ અને જૂના બદલી થયેલ કમિશનરને બદલી તારીખ સુધીનો પગાર ચૂકવવામાં આવેલ આમ એક પોસ્ટ ઉપર એક કરતા વધારે અધિકારીનો પગર આકરવામાં આવતા આ અંગેના બિલ ઉપસ્થિત કરી બિલ શાખામાં પરત કરવામાં આવ્યા છે અને યોગ્ય સુધારા કરી પૂન: બિલ ઓડિટ વિભાગમાં રજૂ કરવામાં આવતા બિલ મંજૂર કરવામાં આવ્યુ હતું.

મનપાનો ઓડિટ વિભાગ સરકાર હસ્ત હોવાથી સ્વત્રત કામગીરી કરે છે. મહાનગરપાલિકાના તમામ ખર્ચના બિલ ઓડિટ વિભાગમાં રજૂ કરવામાં આવે છે. જેમાં કર્મચારી, અધિકારીઓના પગાર તેમજ કોન્ટ્રાક્ટરના બિલનો સમાવેશ થાય છે. પરંતુ ઓડિટની ચકાસણી દરમિયાન અધિકારીઓ દ્વારા મુકવામાં આવેલા બિલમાં નિયમ કરતા વિરોધાભાસ જોવા મળી રહ્યો હોય. તેવા બિલ હિસાબ વિભાગને પરત મોકલી સુધારા વધારા સાથે નવા બિલ બનાવવાની સૂચના આપવામાં આવતી હોય છે. જે અંતર્ગત આ મહિનને મ્યુનિ.કમિશનરના હાજર તારીખના બદલે આ માસનો પગાર કરી નાખ્યો હોય તેવો પ્રથમ બનાવ બનવા પામ્યો છે અને આ બિલ સુધારા વધારા થાય બાદ મંજૂર કરવામાં આવ્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement