For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અરજદાર મળે એ પહેલાં મ્યુનિ.કમિશનર જવાબ લઇને બેસશે

03:51 PM Jan 15, 2025 IST | Bhumika
અરજદાર મળે એ પહેલાં મ્યુનિ કમિશનર જવાબ લઇને બેસશે

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાના જુદા-જુદા કામો અને જે-તે સેવાઓ અંગે કચેરીની મુલાકાતે આવતા અરજદારોની રજૂઆત કે ફરિયાદનો વ્યવસ્થિતઢબે સત્વરે નિકાલ થાય તે માટે આવતીકાલ તા.16/01/2025ને ગુરુવારથી વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે.
સામાન્યરીતે એવું બનતું રહે છે કે, કોઈ અરજદાર કમિશનરની મુલાકાતે આવે અને રજૂઆત કરે ત્યારે જ કમિશનરને જે-તે મુદ્દા વિશે માહિતી મળતી હોય છે. આ પ્રણાલીમાં હવે એવો ફેરફાર થવા જઈ રહ્યો છે કે, અરજદાર વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમમાં પોતાની વિગતોનું રજીસ્ટ્રેશન કરાવે અને કમિશનરને રૂૂબરૂૂ મળે એ પહેલા જ કમિશનર પણ જે-તે ઇસ્યુ વિશે અગાઉથી જ વાકેફ થઇ શકશે અને અરજદારને યોગ્ય પ્રત્યુતર આપી શકશે.

Advertisement

દર સોમવાર અને ગુરુવારે સાંજે 03:00 થી 05:00 વાગ્યા દરમ્યાન કમિશનરની મુલાકાતે આવતા અરજદારોએ કમિશનર બ્રાંચમાં શરૂૂ કરાયેલ વિઝિટર્સ ડેસ્ક ખાતે પોતાના મોબાઈલ નંબર અને ઓળખ કાર્ડ સાથે પોતાની રજૂઆતની વિગતો નોંધાવાની રહેશે. વઝિટર્સ ડેસ્ક ખાતે નોંધાયેલી વિગતો એ જ સમયે જે-તે સંબંધિત શાખાના અધિકારીને પહોંચી જશે અને અધિકારી તેમાં પોતાના ફીડબેક સબમિટ કરશે. અરજદાર સાથેની મુલાકાત પહેલા જ કમિશનર આ તમામ વિગતોથી વાકેફ થઇ શકશે અને અરજદાર જયારે રૂૂબરૂૂ મળે ત્યારે કમિશનર તેઓને યોગ્ય પ્રત્યુતર આપી શકશે. ફરિયાદી દ્વારા રજુ થતા પ્રશ્નને અલગ-અલગ પાંચ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવશે અને ફરિયાદના નિકાલ માટેની સમયમર્યાદા પણ નિર્ધારિત કરાવામાં આવશે. એકને એક ફરિયાદ કેટલીવાર આવે છે તેનું પણ મોનિટરિંગ થઇ શકશે તેમજ ફરિયાદનું હકારાત્મક કે નકારાત્મક નિરાકરણ ન થાય ત્યાં સુધી તેનું સતત ફોલોઅપ પણ કરવામાં આવશે. વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ માટે ડેશબોર્ડ અને એક એપ્લીકેશન પણ બનાવવામાં આવેલ છે.

આ નવી પ્રણાલી માટે એક નોડલ અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવશે. દરમ્યાન વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ અંગે આજે તા.15-01-2025ના રોજ સવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને તમામ શાખા અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં તેમણે તમામ અધિકારીઓને વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરશે તેના વિશે પ્રેઝેન્ટેશન સાથે વિસ્તૃત માહિતી આપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement