For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂનો દૈત્ય વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો : ત્રણનાં મોત

04:18 PM Nov 13, 2024 IST | Bhumika
દારૂનો દૈત્ય વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો   ત્રણનાં મોત
Advertisement

દારૂની કુટેવના કારણે અનેક પરિવારોના માળા પિંખાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે શહેરમાં વધુ 3 માનવ જીંદગીને દારૂનું દૈત્ય ભરખી ગયો હોવાની ઘટના સામે આવી છે જેમાં રસુલપરા અને મવડીમાં બે યુવાન તેમજ કોઠારીયા રોડ પર પ્રૌઢને દારૂના નશામાં શરીર ખાખ કરી નાખતા મોત નિપજયુ હતું. મૃતકોના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ લાપાસરી રોડ ઉ5ર રહેતા વિભાભાઇ ઉર્ફે વિજયભાઇ સમજીભાઇ સોલંકી (ઉ.વ. 45) નામના પ્રૌઢ વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં કોઠારીયા રોડ ઉપર બેભાન હાલતમાં મળી આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જયા પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. મૃતક પ્રૌઢનું દારૂની કુટેવના કારણે મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં રસુલપરામાં રહેતા મહેશ ઉર્ફે ચિરાગભાઇ કાથડભાઇ ગોબર નામનો 29 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. યુવકનું 15 વર્ષથી દારૂ પિવાની કુટેવના કારણે શરીર ખાખ થઇ જતા મોત નિપજયુ હોવાનું જાણવા મળ્યું છે.ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર આવેલા લોહાનગરમાં રહેતા અમિત જયંતિભાઇ વાણકીયા (ઉ.વ. 33) મવડી પ્લોટ પાસે આવેલા મોજીલા હનુમાનજીના મંદિર પાસે હતો ત્યારે બેભાન થઇ જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જયા યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. યુવકનું દારૂની કુટેવથી મોત નિપજયુ હોવાનું સામે આવ્યુ છે. ઉપરોકત ત્રણેય બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement