દારૂનો દૈત્ય વધુ એક માનવ જિંદગી ભરખી ગયો: યુવાનનો આપઘાત
દારૂૂના દૈત્યએ અનેક પરિવારોના માળા પિંખી નાખ્યા છે અને ત્યારે વધુ એક બનાવમાં ચોટીલાના દેવસર ગામે રહેતા યુવાને દારૂૂના નશામાં ગળેફાસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાના દેવસર ગામે રહેતા ચનાભાઈ મનાભાઈ દેત્રોજા નામનો 30 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં લાકડાની આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. ગળેફાંસો ખાઈ લેનાર યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
ચોટીલા પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઈમાં નાનો હતો અને મજૂરી કામ કરતો હતો. મૃતક યુવકને સંતાનમાં બે પુત્ર છે. મૃતક યુવકે દારૂૂના નશામાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.