ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરનાર યુવાન અને તેની માતાને પતાવી દેવાની ધમકી આપી

12:20 PM Aug 03, 2024 IST | admin
Advertisement

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલાએ છરીની અણીએ પોતાને તથા પોતાના પુત્રને પતાવી દેવાની ધમકી આપવા અંગે મચ્છર નગરમાં રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

જે આરોપીની પત્નીને ઇન્સ્ટાગ્રામ માં ફરિયાદી મહિલા નો પુત્ર મેસેજ કરે છે, તેવા આક્ષેપો સાથે ધાક ધમકી અપાઈ હતી. જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11 માં રહેતી દેવીબેન વિજયભાઈ સોલંકી નામની 45 વર્ષની મહિલાએ પોતાને તેમ જ પોતાના પુત્રને ચરીની અણિએ પતાવી દેવા અંગે મચ્છર નગરમાં રહેતા ધર્મેશ મુકેશભાઈ અને તેના એક સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલાના પુત્ર એ આરોપી ધર્મેશ ની પત્નીને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યા છે, તેવી શંકા ના આધારે બંને આરોપીઓ દેવીબેન ના ઘેર ધસી ગયા હતા, અને છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી હતી, જેથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagarnewsman and his mothermessager in Instagram threatened
Advertisement
Next Article
Advertisement