મનપાની ચોથી દક્ષિણ ઝોનલ કચેરીનું મેયરના હસ્તે ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકા નાગરિકોને પોતાના નિવાસ સ્થાનથી નજીકના સ્થળે મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે કટીબધ્ધ છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાથી તમામ વોર્ડ અને વિભાગોની કામગીરી ઢેબરભાઈ રોડ કાર્યરત મુખ્ય કચેરી એટલે કે, સેન્ટ્રલ ઝોન ખાતેથી કરવામાં આવતી હતી.
વર્ષ 1998માં રાજકોટ શહેરની હદ વિસ્તારમાં મવડી અને રૈયા ગામનો સમાવેશ થતા મહાનગરપાલિકાના વિસ્તારમાં વધારો થયેલ. જેના ભાગરૂૂપે વર્ષ 2006માં 150 ફૂટ રિંગ રોડ પર હરીસિંહજી ગોહિલ ભવન વેસ્ટ ઝોન કચેરી અને વર્ષ 2007માં ભાવનગર રોડ પર ઝવેરચંદ મેઘાણી ભવન ઇસ્ટ ઝોન ઓફિસનું નિર્માણ કરી, કાર્યરત કરવામાં આવી. જેને પરિણામ રૂૂપ નાગરિકોને વોર્ડ નિવાસસ્થાનથી નજીક ઝોન ઓફિસ ખાતેથી સુવિધાઓ પ્રાપ્ત થવા લાગી. બાદમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015 માં કામગીરીનું વિશેષ વિસ્તૃતિકરણ કરી, વોર્ડ ઓફિસ ખાતેથી અમૂક સેવાઓ જેવી મિલકતવેરા, વ્યવસાયવેરા, વાહનવેરો, જન્મ મરણ પ્રમાણપત્ર, વિવિધ વસુલાત, ફરિયાદ નોંધણી વગેરે જેવી કામગીરી શરૂૂ કરવામાં આવી.
રાજકોટ શહેરની હદ વિસ્તારમાં વર્ષ 2015માં કોઠારીયા અને વાવડી ગામ અને વર્ષ 2020 માં મુંજકા, મોટા મૌવા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર-1 સહિતના ગામ વિસ્તારનો સમાવેશ થતા, રાજકોટ મહાનગરપાલિકાની હદમાં વિશેષ વધારો થયેલ છે. જેના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.07/06/2025, શનિવારના રોજ વોર્ડ નં.18, ટી.પી.સ્કીમ નં.12(કોઠારીયા), એફ.બી.નં.15/એ, બોલબાલા 80 ફૂટ મેઈન રોડ, રાધે ચોક, રાધાકૃષ્ણ સોસાયટીની બાજુમાં વોર્ડ નં.15,16,17,18 માટે રૂૂ.27.58 કરોડના ખર્ચે અલગ સુવિધાયુક્ત સાઉથ ઝોન ઓફિસ નિર્માણ કરવાના કામનો શુભારંભ કરવામાં આવ્યો.સાઉથ ઝોન ઓફિસના નિર્માણ કરવાના કામના શુભારંભ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, વોર્ડ નં.18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, વોર્ડ નં.16ના કોર્પોરેટર સુરેશભાઈ વસોયા, વોર્ડ નં.17ના કોર્પોરેટર વિનુભાઈ ઘવા, રવજીભાઈ મકવાણા, કીર્તીબા રાણા, વોર્ડ નં.18ના પ્રભારી ગેલાભાઈ રબારી, વોર્ડ નં.18ના પ્રમુખ અનિલભાઈ દોંગા, વોર્ડ નં.18ના મહામંત્રી મુન્નાભાઈ જોગરાણા, મીતેશભાઇ બોરીચા, જેન્તીભાઈ નોંધણવદરા, ચંદુભાઈ ગરનારા, જયપાલભાઈ ચાવડા, રાજુભાઈ નોંધણવદરા, હિમાંશુભાઈ રાજ્યગુરૂૂ, પ્રશાંતભાઈ જલુ, માલતીબેન ચાવડા, વર્ષાબેન સભાયા, સોનલબેન સોમૈયા, લતાબેન ગોરસીયા તથા વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
દક્ષિણ ઝોનલ કચેરી કુલ રૂા. 27.58 કરોડના ખર્ચે 1,99,779 ચો.ફૂટ બિલ્ટપ એરિયામાં તૈયાર કરવામાં આવશે. કચેરીમાં ટોટલ પાંચ ફ્લોર તૈયાર કરાશે. બેઝમેન્ટમાં જેમાં કવટ પાર્કિંગ, લીફ્ટ, સીડી, રેમ્પ તથા 75 કાર પાર્કિંગની ક્ષમતા ઉપલબ્ધ થશે. ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર 30 કાર અને 100 ટુ વ્હીલર ક્ષમતાનું પાર્કિંગ તેમજ સિવિક સેન્ટર તેમજ વેઈટીંગ રૂમ, ઝેરોક્ષરૂમ, લીફ્ટ સીડી, આધારકાર્ડ અને સિક્યુરીટી રૂમ બનાવવામાં આવશે. ફર્સ્ટ ફ્લોર પર કોન્ફરન્સ રૂમ, કમિશનર ઓફિસ, ટાઉન પ્લાનીંગ વિભાગ, સેક્ધડ ફ્લોર પર એસ્ટેટ બાંધકામ, આરોગ્ય, વિભાગ અને થર્ડ ફ્લોર પર પ્રોજેક્ટ, ડ્રેનેજ, સ્ટોરરૂમ અને 500 વ્યક્તિની ક્ષમતાનો કોન્ફરન્સ રૂમ બનાવવામાં આવશે.