અતુલ મોટર્સના મેનેજરને ડ્રાઇવરે માથામાં કડું ફટકારી કર્યા લોહીલુહાણ
શહેરના ટાગોર રોડ પર અતુલ મોટર્સના મેનેજરને સાથી કર્મચારીએ માથામાં કડુ મારી હુમલો કરતા મેનેજરને સિવિલમાં ખસેડાયો હતો. આ અંગે એ ડીવીઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુ વિગતો અનુસાર, પુષ્કરધામ પાસે ઓશિયન એન્કલેવ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા અને ટાગોર રોડ પર અતુલ મોટર્સના શોરૂમમાં મેનેજરની નોકરી કરતા ભાવીનભાઇ ચંપકલાલ ઠકરાર (ઉ.વ.36)એ ફરીયાદમાં તેમની સાથે ડ્રાઇવીંગનું કામ કરતા લખધીર સોહલાનું નામ આપતા તેમની સામે એડીવીઝન પોલીસમાં ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
ભાવીનભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે તેઓ શોરૂમ પર હતા ત્યારે ત્યાં કોન્ટ્રાકટમાં ડ્રાઇવીંગ કામ કરતો લખધીર સોહુલા સાથે અગાઉના મનદુ:ખમાં આજે તને મારી જ નાખવો છે કહી માથામાં કડાના ત્રણેક ઘા ઝીંકી દીધા હતા અને દેકારો મચી જતા ઓફીસના કામે લોકો ત્યાં આવી અને લખધીરને ઓફીસની બહાર કાઢી ભાવીનભાઇને હોસ્પીટલે ખસેડાયા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસનાં લાભુભાઇ જતાપરાએ ગુનો નોંધ્યો હતો.