મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ સ્પોર્ટ્સ સંકુલના સંચાલનનું કોકડું ગુંચવાયું
કરોડોના ખર્ચે તૈયાર થયેલ સંકુલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવું કે તંત્ર કરે તે નક્કી કરવામાં મહિનો કાઢી નાખ્યો
સંચાલન સોંપવા માટેની ટેન્ડર પ્રક્રિયાના પણ હજુ ઠેંકાણા નથી, મીટિંગ ક્યારે થાય તેની ખબર પણ કોઈને નથી
મહાનગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી મોટા પ્રોજેક્ટોનું લોકાર્પણ થયા બાદ તેનું સંચાલન સંસ્થાઓને સોંપવાની પ્રથા વર્ષોજૂની છે. કોર્પોરેશન પોતાના વિભાગની કામગીરી પણ સમયસર કરી શકતું નથી. આથી સંસ્થાઓ દ્વારા બાગ-બગીચાઓ, કોમ્યુનિટી હોલ સહિતના પ્રોજેક્ટો ચલાવી રહ્યું છે. પરંતુ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ તેનું લોકાર્પણ કરવામાં સમય વિતાવી નાખે છે. ત્યાર બાદ સંચાલન કરવા માટે પણ યોગ્ય સમયે નિર્ણય ન લેવાતો હોય પ્રોજેક્ટ તૈયાર થયા બાદ અનેક વખત ધુળ ખાતો નજરે પડે છે. તેવું જ મવડી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અને તેનું લોકાર્પણ ગત તા. 26ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેનું સંચાલન કોને સોંપવું તેનો નિર્ણય લેવામાં અધિકારીઓ અને પદાધિકારીઓએ એક માસ જેટલો સમય કાઢી નાખતા આજે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ધુળધાણી થતો જોવાઈ રહ્યો છે. અને આ સ્પોર્ટસ સંકુલ ક્યારે ખુલશે તેમ ખેલાડીઓ તથા લોકો પુછી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં છેવાડાનાં લોકોને રમત-ગમતની સુવિધા આપવાના મુખ્યે ઉદેશને ધ્યાગને લઈ મવડી વિસ્તાારમાં વોર્ડનં.1રમાં 11,831.00 ચો.મી. જગ્યા માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું 1ર00 લોકોની ક્ષમતાવાળું સ્પોવર્ટસ સંકુલ બનાવવામાં આવેલ છે. જેમાં આશરે 9500.00 ચોરસ મીટર બાંધકામ કરવામાં આવેલ છે. જેમાં ઓપન ગ્રાઉન્ડરમાં પાર્કિંગની સુવિધા, ટેનિસ કોર્ટ, બાસ્કેીટ બોલ કોર્ટ, વોલી બોલ કોર્ટ અને સ્કેકટીંગ રીંગનો સમાવેશ થયેલ છે. તેમજ ગ્રાઉન્ડા ફલોર પર સ્પોઆર્ટસ સંકુલમાં ટેબલ ટેનીસ કોર્ટ, બેડમિન્ટમન કોર્ટ, આર્ચરી, સ્કપવોસ, પ્લેલ-ગ્રાઉન્ડક એરીયા વિગેરે તથા પ્રથમ માળ પર મહિલાઓ તથા પુરૂૂષો માટે અલગ-અલગ જીમ, યોગા, શુટીંગ રેન્જર, ચેસ, કેરમ વિગેરે રમતો રમી શકાય તે માટે આયોજન કરવામાં આવેલ છે.આ ઇન્ડોરર સ્ટેયડીયમથી આશરે 1,50,000 લોકોને તેનો ફાયદો થશે.
પરંતુ હાલ આ સ્પોર્ટસ સંકુલ ધુળ ખાઈ રહ્યું હોવાનું જાણવા મળેલ છે. આ બાબતે પદાધિકારી વિભાગ અને લાગતા વળગતા વિભાગ પાસેથી જાણવા મળેલ કે, સ્પોર્ટસ સંકુલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવું કે કોર્પોરેશન ખુદ કરે તે મુદ્દે આજ સુધી ચર્ચા હાથ ધરાઈ નથી. આથી ટુંક સમયમાં પદાધિકારીઓ અને અધિકાીરઓ મીટીંગ યોજી સ્પોર્ટસ સંકુલના સંચાલનનો નિર્ણય લેશે. જેના માટે મીટીંગ ક્યારે યોજવામાં આવે તે અંગે અધિકારીઓ આગામી દિવસોમાં તૈયારી કરશે જેના કારણે મીટીંગ યોજાયા બાદ સંભવત ખાનગી સંસ્થાને સંચાલન સોંપવાનું થાય તો ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવી પડે અને તેના માટે સમય પણ જોઈએ તેમજ ટેન્ડર થયા બાદ વર્કઓર્ડર સહિતની કામગીરીમાં પણ વધુ સમય લાગતો હોય સ્પોર્ટસ સંકુલ ક્યારે ખુલશે તે કહેવું મુશ્કેલ બન્યું છે.
લાગતા વળગતાઓને ખટાવવાનો કારસો
કરોડો રૂપિયાના ખર્ચે મવડીમાં તૈયાર થયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ સંકુલનું સંચાલન કોને સોંપવું તે મુદ્દે કોકડું ગુંચવાયું છે. તા. 26ના રોજ લોકાર્પણ થઈ ગયાને આજે 20 દિવસથી વધુ થયેલ હોવા છતાં આ મુદ્દે પદાધિકારીઓ કે, અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ત્યારે જાણકારોના જણાવ્યા મુજબ સ્પોર્ટસ સંકુલ થકી આવક થવાની હોય તેમજ રાજકોટમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલ તૈયાર થયું છે. જેનું સંચાલન લાગતા વળગતાઓને આપવા માટેની ગોઠવણ થઈ રહી છે.
-----