ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દવા બારોબાર પધરાવવાની ‘છટક બારી’ બંધ, એક-એક ‘ગોળી’નો હિસાબ શરૂ

04:58 PM Nov 28, 2025 IST | Bhumika
oplus_0
Advertisement

કરોડોના કૌભાંડ બાદ સિવિલ હોસ્પિટલમાં દવા વિતરણ માટે સોફટવેરમાં દર્દીઓની એન્ટ્રી શરૂ કરાતા ‘મફતિયા’ આઉટ

Advertisement

ઇ-ઔષધ સોફટવેરમાં એન્ટ્રી કરવામાં લાગતા સમયના કારણે દવાબારીઓ ઉપર દર્દીઓની લાઇનો લાગી

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ કરોડોનું દવા કૌભાંડ સામે આવ્યુ હતું. ગરીબ દર્દીઓને આપવામાં આવતી દવા બારોબાર પધરાવવાના આક્ષેપો અનેક વાર ઉઠવા પામયા છે. ત્યારે કરોડોના કૌભાંડ બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું હતું અને દવાબારી પર સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે ઇ-ઔષધી સોફટવેરમાં દર્દીઓને આપવામાં આવતી દવાઓનું એન્ટ્રી શરૂ કરવામાં આવતા મફતીયાઓ આઉટ થઇ ગયા છે અને દવા બારોબાર પધરાવવાની છટક બારીનો અંત આવ્યો છે. હવે સિવિલ હોસ્પિટલમાં આવતી દવા અને દર્દીઓને આપવામાં આવતી એક-એક ગોળીનો હિસાબ શરૂ થયો છે.

જો કે, ઇ-ઔષધી સોફટવેર નવો હોવાથી સ્ટાફને સમજવામાં મુશ્કેલીના કારણે આ સોફટવેરમાં દર્દીઓની એન્ટ્રી કરવામાં સમય લાગતો હોવાથી દવાબારી ઉપર દર્દીઓની લાંબી લાઇનો હોવાના દૃશ્યો સામે આવી રહ્યા છે.કૌભાંડના પડઘા બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે દવા વિતરણ વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ, હવે દવાબારી પર આવતા પ્રત્યેક દર્દીની વિગતો, ડોક્ટરે લખેલી દવાઓ અને વિતરણ થયેલી દવાનો જથ્થો ઇ-ઔષધી સોફ્ટવેરમાં ફરજિયાત પણે દાખલ કરવો પડે છે. આ પ્રક્રિયાથી એક-એક ગોળીનો હિસાબ રાખવામાં આવી રહ્યો છે. આ સોફટવેર સરકાર દ્વારા ત્રણ વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલમાં અમલ કરવા માટે જણાવવામાં આવ્યુ હતું. પરંતુ તંત્ર દ્વારા તેનો અમલ શરૂ કરવામાં આવ્યો ન હતો.

દર્દીઓની પૂરતી એન્ટ્રી કર્યા વિના જ દવાઓનો મોટો જથ્થો બહારના બજારમાં સગેવગે થવાની કે બિનજરૂૂરી રીતે વપરાઈ જવાની ફરિયાદો હતી, જેને કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થયું હતું. તાજેતરમાં સિવિલ હોસ્પિટલના 20 કરોડના દવા કૌભાંડ બાદ હોસ્પિટલ તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને દવા વિતરણમાં પારદર્શિતા જળવાઇ રહે તે માટે ઇ-ઔષધી સોફટવેરનો અમલ ત્રણ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ લાગુ થવાથી દવાઓનો સ્ટોક અને વપરાશ રીઅલ-ટાઇમમાં ટ્રેક થઈ રહ્યો છે. આ પગલાથી દવાઓની હેરાફેરી અટકશે અને જરૂૂરિયાતમંદ દર્દીઓને જ મફત દવાઓ મળશે, જેથી મફતિયા કે ગેરરીતિ આચરનારા તત્વો આઉટ થઈ ગયા.જોકે, આ ડિજિટલ પ્રક્રિયાના કડક અમલને કારણે દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓની મુશ્કેલીઓ વધી છે.

સોફ્ટવેરમાં દરેક દર્દીની વિગતો અને દવાઓની એન્ટ્રી કરવામાં સમય લાગે છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક ધોરણે ઘઙઉમાં આવતા હજારો દર્દીઓને કારણે, દવાબારીઓ પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણી વખત, સ્ટાફની અછત કે સર્વર સંબંધિત સમસ્યાઓના કારણે એન્ટ્રી પ્રક્રિયા ધીમી પડી જાય છે, જેના પરિણામે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે. ખાસ કરીને વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા દર્દીઓ માટે આ લાંબો સમય અત્યંત કષ્ટદાયક બની રહ્યો છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. દુશરાએ જણાવ્યુ કે, શરૂૂઆતમાં દર્દીઓને થોડી અગવડ પડી રહી છે, પરંતુ પારદર્શિતા જાળવવા માટે આ સિસ્ટમ આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે કૌભાંડને પગલે વહીવટમાં સફાઈ જરૂૂરી હતી. ઇ-ઔષધી સોફ્ટવેર દવાઓના દુરુપયોગને રોકવા માટેનું એક અસરકારક સાધન છે. દર્દીઓના સમયનો બગાડ ન થાય તે માટે અમે ટૂંક સમયમાં જ વધુ કાઉન્ટર શરૂૂ કરવા અને સ્ટાફને તાલીમ આપીને પ્રક્રિયાને ઝડપી બનાવવા પર કામ કરી રહ્યા છીએ.

Tags :
gujaratgujarat newsrajkotrajkot Civil Hospitalrajkot news
Advertisement
Next Article
Advertisement