ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ડિસેમ્બરમાં થશે જાહેરાત
મહારાષ્ટ્ર વિધાનસભા સાથે વાવની પણ પેટા ચૂંટણી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર આવ્યા છે.દિવાળી પછી આ ચૂંટણી યોજાઈ શકે છે. બીજી તરફ મહારાષ્ટ્રની ચૂંટણીની સાથે વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી પણ થઈ શકે છે. વાવનાં ધારાસભ્ય પદેથી ગેનીબેન ઠાકોરના રાજીનામાંથી આ બેઠક પર ચૂંટણી યોજાશે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ડિસેમ્બર મહિનામાં વિધિવત રીતે જાહેરાત થઈ શકે છે.
ગુજરાતમાં હવે જલદી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. એવા અહેવાલ છે કે દિવાળી પછી જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે. જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં મતદાન થઈ શકે છે. જો કે, આ અંગેની વિવિધત જાહેરાત ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે. જ્યારે બીજી તરફ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર પણ જલદી ચૂંટણી થશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસાભની ચૂંટણી સાથે વાવ બેઠક પર પણ ચૂંટણી યોજાઈ શકે છે. જો કે, અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, વાવના ધારાસભ્ય પદેથી સાંસદ ગેનીબેન ઠાકોરનાં રાજીનામાંથી આ બેઠક ખાલી છે, જેના પર હવે ચૂંટણી યોજાશે.