ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જ ખોટો છે: બાપુ
માત્ર પાટીદારો જ નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છે, રાજ્યમાં દારૂને ખોટી રીતે ટ્રીટ કરાય છે: શંકરસિંહ વાઘેલા
ગુજરાતમાં દારૂના દૂષણને લઇ સુરતના મહિલા પીએસઆઇ અને ત્યારબાદ ભાજપના નેતા ગોરધનભાઇ ઝડફીયાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા બાદ હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ પોતાના અંદાજમાં જ દારૂબંધી અંગે મંતવ્ય રજૂ કર્યા છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે પટેલ સમાજમાં દારૂૂના દુષણ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂૂ માત્ર પાટીદાર સમાજ નહીં પણ અન્ય સમાજમાં પણ પીવાય છે. ઘણા ઠેકાણે બહેનો પણ દારૂૂ પીવે છે જે સ્વાભાવિક છે.
દારૂૂબંધી કાયદો ગુજરાતમાં ખોટો છે. મારુ માનવું છે કે ગુજરાતના પાડોશી રાજ્યોમાં દારૂૂની છૂટ છે જેના કારણે ગુજરાતમાં દારૂૂબંધીને 100% સફળતા નહીં મળે. આ ઉપરાંત આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત મામલે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપ સરકાર હોય જેના કારણે રૂૂલિંગ પાર્ટીનો દબદબો હોય અને તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દબદબો દેખાય જે સ્વભાવિક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જીતમાં કંઈ નવાઈ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દારૂૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે. કોઇ સમાજમાં દારૂૂનું દૂષણ હોય એવું ન હોય પણ દારૂૂનું દૂષણ છે એ રીતે ટ્રીટ થાય છે. કારણ કે, દારૂૂ પીવાની પાબંધી છે, પાબંધી હોય એટલે એમાંથી અનિષ્ટ ઉભી થાય. એટલે અનિષ્ટ થઇ રહ્યું છે. માટે એને ખોલી નાખવાની વાત છે તમે આને વ્યસન તરીકે ન લો. દારૂૂ કાંઇ તોફાન કરવા માટે નથી. લોકો ચા-કોફી પીતા હોય છે. દારૂૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યો છે. માટે પટેલ સમાજ નહીં ઘણા બધા સમાજ પીતા હોય, આમાં કોઈ એક સમાજનું નામ ન દેવાય.
વધુમાં જણાવ્યું હતું કે, યુવાન તો એક સ્ટેટસ હોય આજનો યુવાન આવતીકાલે ઘરડો થવાનો છે. આમાં યુવાનો પીવે છે એવું હોતું નથી. યુવાનોનું ગ્રુપ ખરાબ હોય તો એ આવું કરે. ગુજરાતમાં દારૂૂબંધી છે એનો હું વિરોધી છું. પડોશમાં દારૂૂ ખુલ્લેઆમ મળે છે એટલે એને અહીં ગુજરાતમાં સફળતા ન મળે આને લીધે કરપ્શન વધે. આ બધુ ન્યુસન્સ છે. ખોટો દારૂૂ પીને લોકો મરી જાય છે. 10 લાખ જેટલી ગુજરાતમાં વિધવા બહેનો 30 વર્ષથી નીચેની છે. એનો પતિ ખોટો દારૂૂ પીને મરી ગયો. આ વિધવા બહેનોનું કહેવું છે કે, સારો દારૂૂ પીધો હોત તો ન મરી જાત. દારૂૂ પીવાનો છે તો તેને સારો પીવડાવોને.