For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હદ થઈ ગઈ, સંવેદનામાં પણ મંત્રીઓનું કોપીપેસ્ટ

01:47 PM Jul 10, 2025 IST | Bhumika
હદ થઈ ગઈ  સંવેદનામાં પણ મંત્રીઓનું કોપીપેસ્ટ

બ્રિજ દૂર્ઘટનાની મુખ્યમંત્રીની પોસ્ટને જ ભાજપના નેતાઓએ શબ્દસહ મુકી દીધી

Advertisement

પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં 14 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને ઉજાગર કરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી સહિત ભાજપના અનેક નેતાઓ, મંત્રીઓ, કાર્યકરોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દુ:ખ વ્યક્ત કર્યું પરંતુ તે પોસ્ટ કરવામાં પણ એક ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું. કારણે કે તમામ મેસેજ બીબીઢાળ એક સરખા જ છે. કોઈએ પોતાની મૌલિકતાથી લખવાનો પ્રયાસ સુધ્ધા ન કર્યો હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે.
આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પડથ પર પોસ્ટ કરતાં લખ્યું: *આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.*

આ નિવેદનને વિપક્ષે લૂલો બચાવ ગણાવ્યો છે, કારણ કે તેમાં જવાબદારી સ્વીકારવાને બદલે માત્ર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીના પગલે ભાજપના અન્ય નેતાઓ જેવા કે પરષોત્તમ રૃપાલા, ઋષિકેશ પટેલ, પુર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત, ધવલ પટેલ, વિનોદ ચાવડા, વિશાલ ઠાકર, ભૂષણ અશોક ભટ્ટ, કલ્પેશ પટેલ સહિતના અનેક નેતાઓએ એકસરખો, શબ્દસહ બીબાઢાળ મેસેજ કોપી-પેસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. જે માત્ર એક ઔપચારિકતા પૂરી કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું.

Advertisement

આ પ્રકારની યાંત્રિક પ્રતિક્રિયાને લઈને સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ ભારે મજાક અને ટીકાને પાત્ર બન્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે સામાન્ય નાગરિકો જીવ ગુમાવી રહ્યા હોય ત્યારે શાસક પક્ષના નેતાઓ આટલી ગંભીર ઘટનાને માત્ર કોપી-પેસ્ટ મેસેજથી શા માટે પતાવી રહ્યા છે? આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં માળખાકીય સુવિધાઓની જાળવણી અને સુરક્ષા અંગે તંત્રની બેદરકારી પર મોટો પ્રશ્નાર્થ મૂક્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement