તોડ કરવા ગયેલા બૂટલેગર સામે ફરિયાદ કરનાર પત્રકારના પગ ભાંગી નાખ્યા
કાળીપાટ ગામ પાસે હોટેલે સમૂહલગ્નના પોસ્ટર લગાડતા પત્રકાર ઉપર બુટલેગર સહિતના શખ્સોનો હુમલો: આજી ડેમ પોલીસમાં ગુનો નોંધાયો
રાજકોટના બામણબોર ગામે રહેતા પત્રકાર ઉપર ભાવનગર હાઈવે પર માંડા ડુંગર પાસે નામચીન બુટલેગર અને તેના સાગરીતે હુમલો કરી પગ ભાંગી નાખતા આ મામલે આજીડેમ પોલીસમાં બુટલેગર અને હાલ બની બેઠેલા પત્રકાર સામે પોલીસે કાર્યવાહી કરી તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. અગાઉ દારૂના ગુના અને પોલીસ ઉપર હુમલા સહિતના ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગરે ત્રણ મહિના પહેલા બામણબોરના એક નકલી ડોક્ટર પાસે ત્રણ લાખ રૂપિયાનો તોડ કરવા ધમકી આપીહોય જે બાબતે પત્રકાર અને બામણબોરના સરપંચે એરપોર્ટ પોલીસ મથકમાં બુટલેગર સામે અરજી કરી હોય જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત મુજબ બામણબોર રહેતા અને પત્રકાર બાબુભાઈ રવજીભાઈ ડાભી ઉ.વ.49 ગઈકાલે કાળીપાટ ગામ પાસે આવેલી હોટેલે સમુહ લગ્નના પોસ્ટર લગાવતા હતા ત્યારે ઉપલાકાંઠે રહેતો નામચીન બુટલેગર અને હાલ બની બેઠેલા પત્રકાર પ્રતિક ચંદારાણા અને તેની સાથેનો એકશખ્સ બાબુભાઈ ડાભીને ત્યાં જોઈ જતા ત્યાં ધસી આવ્યા હતા. અને હોટલમાંથી લોખંડનો સળિયો કાઢી બાબુભાઈ ડાભી ઉપર હુમલો કરી તેના પગ ભાંગી નાખ્યા હતા અને હાથમાં પણ ઈજા કરી હતી. ઈજાગ્રસ્ત બાબુભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટેલ દોડી આવ્યો હતો અને બાબુભાઈ રવજીભાઈ ડાભીની ફરિયાદના આધારે પ્રતિક ચંદારાણા અને તેના સાગરીત સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં બાબુભાઈના જણાવ્યા અનુસાર અગાઉ દારૂનો ધંધો કરતો અને સૌરાષ્ટ્રમાં જેની સામે દારૂના અનેક ગુનાઓ નોંધાયેલ છે. જે પ્રતિક ચંદારાણા તે હાલ સૌરાષ્ટ્રસેતુ નામનું ન્યુઝ પેપર ચલાવે છે અને તેનો મેનેજીંગ તંત્રી છે. ત્રણ મહિના પૂર્વે બામણબોરના નકલી ડોક્ટર રાજુભાઈ વાળા પાસે પ્રતિક ચંદારાણાએ સાત લાખ રૂપિયા માંગ્યા હતા. અને ત્યાર બાદ ત્રણ લાખ રૂપિયાનો તોડ કરવા માટે નકલી ડોક્ટરને ધમકી આપી હોય જે બાબતે બામણબોરના સરપંચ વિપુલભાઈ બસિયા અને પત્રકાર બાબુભાઈ ડાભીએ પ્રતિક ચંદારાણા સામે એરપોર્ટ પોલીસમાં અરજી કરી હતી. જેનો ખાર રાખીને પ્રતિકે બાબુભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ મામલે આજીડેમ પોલીસે હુમલાખોર પ્રતિક ચંદારાણા અને તેના સાગરીતની શોધખોળ શરૂ કરી છે.
બૂટલેગરમાંથી પત્રકાર બનેલા પ્રતિક વિરુદ્ધ અનેક ગુનાઓ
રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા પ્રતિક અને તેના પિતા સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે. પ્રતિક ચંદારાણા અને તેના પિતા સામે દારૂની હેરાફેરી તેમજ પોલીસકોન્સ્ટેબલ ઉપર હુમલો કરવા સહિતના અનેક ગુના રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લામાં પણ નોંધાયેલા છે. છેલ્લા ઘણા વખતથી દારૂનો ધંધો કરતા પ્રતિક ચંદારાણાએ પીળુ પત્રકારત્વ કરવા માટે સૌરાષ્ટ્રસેતુ સાંધ્યદૈનિક નામનું સોશિયલ મીડિયા નામનું છાપુ ચાલુ કર્યુ હોય જેથી પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા માટે આ સોશિયલ મીડિયાના છાપાનો ઉપયોગ તે કરતો હતો. ત્રણ મહિના પહેલા બામણબોરના એક તબીબ પાસેથી ત્રણ લાખ રૂપિયાનો તોડ કરવાનું કાવતરુ રચ્યુ હતુ. જેમાં તેની કારી ફાવી ન હોય અને પોલીસમાં અરજી થઈ હતી જેનો ખાર રાખીને આજે તેણે બામણબોરના પત્રકાર ઉપર હુમલો કર્યો હોય ત્યારે હવે પોલીસ આવા બની બેઠેલા પત્રકાર સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.
બૂટલેગર પ્રતિક ચંદારાણા સામે કાયદાનો ગાળિયો કસાશે?
રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા પ્રતિક અને તેના પિતા સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે. પ્રતિક ચંદારાણા અને તેના પિતા સામે દારૂની હેરાફેરી તેમજ પોલીસકોન્સ્ટેબલ ઉપર હુમલો કરવા સહિતના અનેક ગુના રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લામાં પણ નોંધાયેલા છે. છેલ્લા ઘણા વખતથી દારૂનો ધંધો કરતા પ્રતિક ચંદારાણાએ પીળુ પત્રકારત્વ કરવા માટે સૌરાષ્ટ્રસેતુ સાંધ્યદૈનિક નામનું સોશિયલ મીડિયા નામનું છાપુ ચાલુ કર્યુ હોય જેથી પોલીસ તંત્ર ઉપર દબાણ લાવવા માટે આ સોશિયલ મીડિયાના છાપાનો ઉપયોગ તે કરતો હતો. ત્રણ મહિના પહેલા બામણબોરના એક તબીબ પાસેથી ત્રણ લાખ રૂપિયાનો તોડ કરવાનું કાવતરુ રચ્યુ હતુ. જેમાં તેની કારી ફાવી ન હોય અને પોલીસમાં અરજી થઈ હતી જેનો ખાર રાખીને આજે તેણે બામણબોરના પત્રકાર ઉપર હુમલો કર્યો હોય ત્યારે હવે પોલીસ આવા બની બેઠેલા પત્રકાર સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.
ક્રાઇમ બ્રાંચના પોલીસ મેનની હત્યા સહિત પ્રતિક-ચંદારાણા ઉપર 32થી વધુ ગુના
રાજકોટ કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા અને તેના પરિવાર સામે અનેક ગુના નોંધાયેલા છે. સામાન્ય શાકભાજી વેંચવા માંથી બુટલેગર બનેલા પ્રતિક ચંદારાણાએ રાજકોટ તેમજ પોરબંદરમાં અનેક ગુનાઓ આચર્યા હોય તેની સામે દારૂની હેરાફેરીના 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં વર્ષ 2014થી રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન ઉપરાંત ક્રાઇમ બ્રાંચ, આજીડેમ પોલીસ સ્ટેશ, કુવાડવા પોલીસ સ્ટેશન તથા પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રતીક સામે દારૂના ગુના નોંધાયેલા છે. ઉપરાંત પ્રતીક ચંદારાણાએ ક્રાઇમ બ્રાંચના અમૃતભાઇ મકવાણા ઉપર હુમલો કરી તેની હત્યાનો પ્રયાસ ર્ક્યો હતો. દારૂના દરોડામાં ગયેલા ક્રાઇમ બ્રાંચની ટીમ ઉપર પ્રતીકે હુમલો ર્ક્યો હોવાની ફરિયાદ નોંધાયેલી છે. ઉપરાંત માર્કેટીંગ યાર્ડના ઇન્સ્કેપેક્ટર રાજુ ગજેરા ઉપર પ્રતીક અને તેના પિતા દીલીપ ચંદારાણાએ ફાકી વેંચવા નજીવી બાબતે હુમલો ર્ક્યો હતો. ઉપરાંત નાના વેપારીઓ અને ધંધાર્થીઓને અવાર-નવાર ધમકી આપતા પ્રતીક સામે પોલીસમાં અનેક વખત અરજીઓ પણ થઇ છે. કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટ પાસે એક યુવકને ધમકાવી તોડ ર્ક્યો હતો. તેમજ મોરબી રોડ પર ભંગારના ડેલાના સંચાલકને ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. અવાર નવાર ચર્ચામાં રહેતો પ્રતીક વર્ષ 2014થી લઇ 2024 સુધી 10 વર્ષમાં 32થી વધુ ગુના પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
શાકભાજીના ધંધાર્થીમાંથી પ્રતિક બૂટલેગર અને ન્યૂઝ પેપરનો મેનેજિંગ તંત્રી બની ગયો
થોડા વર્ષોમાં ઝડપ ભેર પ્રગતિ કરીને માલેતુજાર બની ગયેલા પ્રતીક ચંદારાણાની ક્રાઇમ કુંડળીમાં તેણે શાકાભાજીના ધંધાર્થીમાંથી પોતાના કરકીર્દીની શરૂઆત કરી હતી. જુના માર્કેટીંગ યાર્ડમાં પ્રતીક ચંદારાણા અને તેના પિતા દિલીપ ચંદારાણા શાકભાજીનો ધંધો કરતા હતા. હરાજીમાં શાકભાજી ખરીદીને વેંચતા પ્રતીક અને તેના પિતા દિલીપ બંન્ને થોડા વર્ષો સુધી પ્રતીકે છુટક દારૂનો વેપલો શરૂ ર્ક્યો હતો. માર્કેટીંગ યાર્ડમાં દારૂ વેંચતા પ્રતિકને ત્યાંના વેપારી સાથે માથાકુટ થઇ હતી અને વેપારી ઉપર હુમલો ર્ક્યા બાદ તેણે શાકભાજીનો વેપાર છોડી દારૂનો ધંધો શરૂ ર્ક્યો હતો અને પોતાના ઘરે શરૂઆતમાં નાની ગાડીઓ અને ત્યાર બાદ આઇસર ભરીને દારૂનો જથ્થો રાજકોટમાં ઠલાવવા લાગ્યો સ્થાનિક પોલીસના આર્શીવાદથી પ્રતીક મોટો બુટલેગર બની ગયો અને ત્યાર બાદ થોડા સમયે પૂર્વે પ્રતીકે પોતાનું સૌરાષ્ટ્ર સેતુ નામનો સાંધ્ય દૈનિક શરૂ ર્ક્યુ જેનું સરકારમાં રજીસ્ટ્રેશન કરાવી પોતે આ સૌરાષ્ટ્ર સેતુ સાંધ્ય દૈનિકનો મેનેજિંગ તંત્રી બની ગયો તંત્ર ઉપર દબાણ લાવવા માટે પીળુ પત્રકારત્વ કરતા પ્રતીક ચંદારાણા સામે એરપોર્ટમાં ડોક્ટર પાસે ત્રણ લાખનો તોડ કરવાની અરજી થઇ હોય જેનો ખાર રાખી તેણે બામણબોરના પત્રકાર બાબુભાઇ ડાભી ઉપર હુમલો ર્ક્યો હતો.
મહત્ત્વની બ્રાંચ સહિતના પોલીસ કાકા-મામાના પ્રતિકને આશીર્વાદ
ઉપલા કાંઠે રહેતા નામચીન બુટલેગર પ્રતીક દિલીપ ચંદારાણા વિરુદ્ધ રાજકોટમાં અનેક ગુના નોંધાયેલા છે. પોલીસમાં કાકા અને મામાના આર્શીવાદથી પ્રતીક સામાન્ય દારૂ વેંચવાના ધંધામાંથી મોટો બુટલેગર બની ગયો તેને મોટો બુટલેગર બનાવવામાં રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓની ભુંડી ભુમીકા છે. મહત્વની બ્રાંચ સહિત અલગ-અલગ પોલીસ મથકમાં હાલ ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ કે જેને પ્રતીક કાકા અને મામાના સંબોધનથી બોલાવે છે. પ્રતીક સામે પાસા હેઠળ વોરંટ ઇશ્યુ થયુ હોય તે પૂર્વે જ તેને કાકા અને મામા જાણ કરી દેતા હોય જેથી પ્રતીક હાઇકોર્ટમાં જઇ પાસાના વોરંટ સામે સ્ટે લઇ લાવે છે. અત્યાર સુધીમાં પ્રતીક કે પોલીસ કમિશનર દ્વારા પાસાનું વોરંટ કાઢવવામાં આવે તે પૂર્વે જ પોતાના પાસાના વોરંટ સામે સ્ટે મેળવી લીધો છે. શહેર પોલીસ બેડામાં ફરજ બજાવતા પ્રતીકના કહેવાતા કાકા-મામા જેવા પોલીસ કર્મચારીઓની મીલી ભક્તથી પ્રતીક મોટાપાયે દારૂનોે વેફલો કરે છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ હોવા છતા પ્રતીક સામે પાસા સહિતની કાર્યવાહી કરવામાં કોની શરમ ભરવામાં આવે છે તે હજુ સુધી જાણી શક્યુ નથી જેના કારણે પ્રતીકની હિંમત વધી ગઇ કે તેણે પત્રકાર ઉપર સરા જાહેર હુમલો કરી પગ ભાંગી નાખ્યા આ મામલે હજુ પણ પોલીસ પ્રતીક ચંદારાણાની લાજ કાઠશે કે તેની સામે કડક કાર્યવાહી કરશે.