For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા

12:20 PM Jun 09, 2025 IST | Bhumika
ભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા

ગુજરાત મિરર, ભાવનગર તા.9- ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના જીતુભાઈ વેલજીભાઈ ડાભીના દીકરા જયદીપભાઇ ડાભી કાશ્મીરના શ્રીનગર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને ફરજ બજાવતા શહીદ થયા હતા તેમના પાર્થિવ દેહને રવિવારે વિમાન માર્ગે પહેલા અમદાવાદ લેવાયા બાદ સાંજે રોડ માર્ગે ભાવનગર લાવવામાં આવ્યો હતો. પાર્થિવ દેહને મોટા ખોખરા લઇ જઇ આજે સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અવસરે તેઓને ગોર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. શ્રીનગર ખાતેના કોમા એર ફિલ્ડ ખાતે પોસ્ટ નંબર 36 ઓલ્ડ એર ફિલ્ડ પર શનિવારે કોમા ગનનો ગોળીબાર સંભળાયો જ્યારે ચકાસણી કરવામાં આવી તો ડાભી જયદીપભાઈ જીતુભાઈ પોસ્ટની દિવાલ પર લોહીના નિશાન સાથે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. લોહીલુહાણ હાલત. જયદીપભાઇને સારવાર તો આપવામાં આવી પણ શનિવારે તેઓ શહીદ થયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement