વકીલ લાંચ લેતા ઝડપાતા જજને સસ્પેન્ડ કરાયા
ભરૂચના છેતરપિંડીના કેસમાં તરફેણમાં ચુકાદો અપાવવા વકીલ જજના નામે 4 લાખની લાંચ લેતા ઝડપાયા હતાં, બે વર્ષ બાદ કાર્યવાહી
એન્ટી કરપ્શન બ્યૂરોએ નોંધેલા લાંચના એક કેસમાં ભરૂૂચ જિલ્લા કોર્ટના જજ એમ.બી. ઘાસુરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ, જજની વેરાવળ ખાતે બદલી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસમાં એક ખાનગી વકીલે જજના નામે રૂૂપિયા ચાર લાખની લાંચ માગી હોવાનો વિવાદ ચર્ચાસ્પદ બન્યો હતો.
આ સમગ્ર મામલો છેતરપિંડીના એક કેસનો હતો. જેમાં ભરૂૂચ પોલીસે વર્ષ 2022માં એક વ્યક્તિ સામે છેતરપિંડીનો કેસ કર્યો હતો. કેસના આરોપી સામે ચાર્જશીટ થઇ ગઇ હતી અને ભરૂૂચની કોર્ટમાં એનો કેસ ચાલતો હતો. દરમિયાન વકીલ સલીમ ઇબ્રાહીમ મન્સુરીએ આરોપીની વિરુદ્ધમાં કોર્ટનો નિર્ણય આવી શકે એવો ભય બતાવ્યો હતો અને ત્યારબાદ નિર્ણય તરફેણમાં લાવવો હોય તો જજના નામે રૂૂપિયા પાંચ લાખની લાંચ માગી હતી. જે પાંચ લાખ પૈકી રૂૂપિયા ચાર લાખ 23મી ઓગસ્ટના રોજ આપવાના નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, આરોપી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે અઈઇનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબીએ ટ્રેપ ગોઠવી એડવોકેટને રંગેહાથ પકડી લીધો હતો.
તપાસમાં સામે આવ્યું હતું કે, વકીલે ભરૂૂચ જિલ્લા કોર્ટના જજ એમ. બી. ઘાસુરાના નામે લાંચ માગી હતી. તેથી એસીબીની ફરિયાદમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ધરપકડ ચર્ચાસ્પદ બની હતી અને ખાસ કરીને કાયદાકીય ક્ષેત્રમાં ધારાશાસ્ત્રીઓ અને દક્ષિણ ગુજરાતના વકીલ બેડામાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. આ સાથે જ જજ ઘાસુરા વિશે પણ ચર્ચાઓ શરૂૂ થઇ હતી. આ કેસમાં એક તબક્કે વકીલ પોતે હૃદયરોગનો દર્દી હોવાથી તેને ડર અને ગભરાટ થઇ જતાં ભરૂૂચની એક હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું બ્લડપ્રેશર વધી જતાં સ્થાનિક ડોક્ટરોએ તેને સિવિલ હોસ્પિટલ ખસેડવાની ભલામણ કરી હતી અને તેને વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પછીથી સ્વાસ્થ્ય સુધારા પર આવતા એસીબીએ તેની કાયદેસરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર પ્રકરણમાં એકવાર વકીલ એસીબીની ટ્રેપમાં આવી ગયા બાદ જજનું નામ સામે આવ્યું હતું અને જજના નામે લાંચ લેવાની વાત સામે આવી હતી. તેથી હાઇકોર્ટને પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લાંચના કેસમાં ઘાસુરાને ભરૂૂચ કોર્ટમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હાલ વેરાવળ હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.