રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જસદણના કાપડના વેપારી વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાતા ગામ છોડવું પડયું

12:15 PM Mar 05, 2024 IST | admin
Advertisement

 

Advertisement

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વ્યાજખોરોના અજગરભરડા સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી પરંતુ હજુ વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે ત્યારે જસદણ પંથકમાં ધંધા માટે ચાર વ્યાજખોરો પાસેથી આઠ થી દસ ટકા લેખે સાડા આઠ લાખ રૂપિયા વ્યાજે લીધા બાદ વ્યાજ સહિત રકમ ચુકવી દીધી હોવા છતાં વ્યાજખોરો દ્વારા વધુ વ્યાજ પડાવવા પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં હોય વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી ગામ છોડી દીધું હતું અને પોલીસને અરજી કરતાં પોલીસે વેપારીની ફરિયાદ પરથી ચાર વ્યાજખોરો સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં ગોખલાણા રોડ પર આવેલ લાતી પ્લોટમાં રહેતા અને આદમજી રોડ પર આઈ મોગલ સેલ્સ નામની કાપડની દુકાન ધરાવતાં વેપારી દિલીપભાઈ જેન્તીભાઈ વાઘેલાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણનાં અશોકભાઈ ઉનડભાઈ ધાંધલ, શિવકુભાઈ વિરાભાઈ ખાચર, ગૌતમભાઈ બોરીચા અને વાલાભાઈ ભરવાડના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી બે વર્ષ પહેલા કાપડની દુકાન શરૂ કરી હોય ધંધા માટે અને માલ ભરવા પૈસાની જરૂરીયાત ઉભી થતાં તેમણે સૌ પ્રથમ અશોકભાઈ ધાંધલ પાસેથી આઠ ટકાના વ્યાજે બે લાખ ઉછીના લીધા હતાં. જે પેટે 3.84 લાખ ચુકવી દીધા છે. જ્યારે શિવકુભાઈ ખાચર પાસેથી 10 ટકા ના વ્યાજે બે લાખ લીધા હતાં. જેઓને વ્યાજ પેટે 4.80 લાખ ચુકવી આપ્યા છે. જ્યારે ગૌતમભાઈ બોરીચા પાસેથી આઠ ટકાના વ્યાજે બે લાખ ઉછીના લીધા હતાં. જે પેટે 3.84 લાખ ચુકવી દીધા છે. જ્યારે વાલાભાઈ ભરવાડ પાસેથી 2.50 લાખ વ્યાજે લીધા હતાં. જે પેેટે એક લાખ વ્યાજ ચુકવી દીધું છે.

વ્યાજે લીધેલી રકમ પેટે સમયસર વ્યાજ ચુકવતાં હોવા છતાં વેપારી પર વધુ વ્યાજ માટે દબાણ કરી મોતનો ભય બતાવી ચારેય વ્યાજખોરો અવારનવાર ધમકી આપતા હતાં અને ચેક ખાતામાં નાખી રીર્ટન થતાં ફરિયાદ કરી પરિવારજનોને પણ ફીટ કરી દેવાની ધમકી આપતાં હોય વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ગામ છોડી દીધું હતું. બાદમાં પોલીસમાં અરજી કરતાં પોલીસે વેપારીની ફરિયાદ પરથી ચારેય વ્યાજખોરો સામે બળજબરીથી પૈસા પડાવી ધમકી આપતા હોવાનો ગેરકાયદેસર નાણા ધીરધાર કરવા અંગેનો ગુનો નોંધી ચારેય વ્યાજખોરોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsJasdanJasdan news
Advertisement
Next Article
Advertisement