લીમખેડામાં ભગવાન બિરસા મૂંડાની મૂર્તિ આગળ આઇ લવ ભીલપ્રદેશનું લખાણ
દાહોદના લીમખેડામાં ભીલ પ્રદેશ લખાયું છે. ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આગળ તથા સર્કલની દીવાલ પર લખાયું આઇ લવ ભીલ પ્રદેશ. સાંસદ જશવંતસિંહ ભાભોરે મૂર્તિનું અનાવરણ કર્યું હતું. સર્કલ ઉપર ભીલપ્રદેશ લખાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજ્યમાં ભીલ પ્રદેશના મુદ્દો જોર પકડી રહ્યો છે. તેવામાં લીમખેડામાં સર્કલની દીવાલ પર લખાયું આઇ લવ ભીલ પ્રદેશ લખાતા ચર્ચાઓએ જોર પકડ્યું છે.
લીમખેડામાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિ આગળ ભીલ પ્રદેશ લખાયું છે. સાંસદ જશવંત સિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોરે મૂર્તિનું અનાવરણ કર્યું હતું. સર્કલની દીવાલ ઉપર આઈ લવ ભીલ પ્રદેશ લખવમાં આવ્યું છે. શું સાંસદ જશવંતસિંહ ભાભોર ભીલ પ્રદેશને સમર્થન કરી રહ્યા છે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ ભાજપના મંત્રી ભીલ પ્રદેશની માંગ સામે બાયો ચઢાવી રહ્યા છે.ગત રોજ પંચમહાલમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના મંત્રીએ શાબ્દિક પ્રહારો કર્યા હતા. મંત્રી કુબેર ડિંડોરે ભીલપ્રદેશની માંગ સામે શાબ્દિક પ્રહારો કર્યા હતા. તો બીજી તરફ ભાજપના સાંસદ જ ભીલ પ્રદેશનું સમર્થન કરતા હોય તેવું સામે આવ્યું છે. સર્કલ ઉપર ભીલ પ્રદેશ લખેલું જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. અનાવરણ બાદ આપ અને આદિવાસી સમાજે સાંસદ અને ધારાસભ્યના નામની તાકતીનો પણ વિરોધ કર્યો હતો.