યાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવક
રાજકોટ યાર્ડમાં દિનપ્રતિદિન અલગ-અલગ જણસીની વિક્રમી આવક થઇ રહી છે. આજે પણ દિવસના પ્રારંભ સાથે જ 1500થી વધુ વાહનો થકી ઘઉં, તુવેર, કપાસ, જીરૂ, એરંડા, કલોજી, વટાણા, સુકા મરચા સહિતની જણસની મોટા પ્રમાણમાં આવક થઇ છે.
14/04 એટલે કે આજ રોજ રાજકોટમાર્કેટયાર્ડમાં.1500 થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં આવક ઘઉં, તુવેર, કપાસ, જીરું, એરંડા, કલોજી, વટાણા, રાજમાં, સૂકામરચાં વધુ આવક થવા પામી હતી ઘઉંની આવક 275000 મણ, જીરુંની આવક 25000 મણ, તુવેરની આવક 10000 મણ, કપાસની આવક 10000 મણ, એરંડાની આવક 12000 મણ, કલોજીની આવક 4750 મણ, સુકામારચા ની આવક 3200 મણ, વટાણાની આવક 6500 મણ, રાજમાંની આવક 5000 મણ, રાય/રાયડોની આવક 7250 મણ, મગફળીની આવક 33000 મણ, વરિયાળીની આવક 2750 મણ થવા પામી હતી, ઉપરના તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા વા.ચેરમેન તથા ડિરેક્ટરઓ સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.