For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

6 મહિનાથી હોસ્પિટલ બની છે, આરોગ્ય મંત્રી લોકાર્પણની તારીખ આપતા નથી!

02:32 PM Jul 17, 2025 IST | Bhumika
6 મહિનાથી હોસ્પિટલ બની છે  આરોગ્ય મંત્રી લોકાર્પણની તારીખ આપતા નથી

1પ દિવસમાં બગસરા સરકારી હોસ્પિટલ શરૂ નહીં થાય તો આમઆદમી પાર્ટી લોકાર્પણ કરશે

Advertisement

બગસરા શહેરમાં મધ્યમાં આવેલી સરકારી હોસ્પિટલ અદ્યતન બનાવવા માટે રાજય સરકાર તરફથી રૂૂ.4.પ0 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવતા અદ્યતન હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. પરંતુ ભાજપના નેતાઓને આરોગ્ય મંત્રી જ લોકાર્પણ કરે તેવો આગ્રહ હોવાથી હોસ્પિટલનું લોકાર્પણ થઈ શકતુ નથી. જેથી જો આગામી 1પ દિવસમાં હોસ્પિટલનું લોકાર્પણ નહી થાય તો આમ આદમી પાર્ટીના આગેવાનો હોસ્પિટલનું લોકાર્પણ કરશે તેમ આપ આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યું હતુ. બગસરામાં અદ્યતન હોસ્પિટલ માટે કરોડો રૂૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હોસ્પિટલનું કામ પુરૂૂ થયાને 6 મહિના જેવો સમય વીતિ ગયો છે.

હોસ્પિટલમાં ફર્નિચર, બેડ, સાધનો સહિતની સામગ્રી આવી ગઈ છે પરંતુ હોસ્પિટલના લોકાર્પણમાં કયો ગ્રહ નડે તે સમજાતુ નથી. જાણવા મળતી માહિતી મુજબ ભાજપ આગેવાનોને લોકોના દર્દની કંઈ જ ચિંતા ન હોય તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરે તેવો આગ્રહ રાખી રહ્યાં છે. હાલ હંગામી હોસ્પિટલ છેક ત્રણ કિ.મી. દૂર આવેલી હોય દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવ પડે છે. આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, જા રાજયના આરોગ્ય મંત્રી પાસે લોકાર્પણનો સમય ન હોય તો દર્દીઓના હિતને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી હોસ્પિટલનુ લોકાર્પણ કરશે. જો 1પ દિવસમાં હોસ્પિટલને ખુલ્લી મુકવામાં નહી આવે તો કુંવારી દિકરીના હાથે હોસ્પિટલનું લોકાર્પણ કરાશે તેમ અંતમાં કાંતિભાઈ સતાસીયાએ જણાવ્યું હતુ.

Advertisement

ચેમ્બર ઓફ કોમર્સે પણ ટેકો જાહેર કર્યો
બગસરા સરકારી હોસ્પિટલના લોકાર્પણમાં ઢીલી નીતિ હોવાથી આમ આદમી પાર્ટીએ 1પ દિવસમાં લોકાર્પણ કરવાની ચિમકી ઉચ્ચારતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલે પણ આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરી જણાવ્યું છે કે દર્દીઓને સારવાર માટે છેક ત્રણ કિ.મી. જાવુ પડે છે. હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે પરંતુ નેતાઓની મનમાનીને કારણે હોસ્પિટલ ખુલ્લી મુકાતી નથી. જા હોસ્પિટલને ખુલ્લી મુકવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ફાયર એનઓસી પણ આવી ગઈ
બગસરા સરકારી હોસ્પિટલ ફાયર એનઓસીની મંજૂરીની વાંકે હોસ્પિટલ શરૂૂ થઈ શકતી નહોતી. આ અંગે પીયુઆઈના અન્જિનિયર હરેશ વાળાએ જણાવ્યું હતું કે ફાયર એનઓસી પણ આવી ગઈ છે અને જે ટેન્ડરમાં હતુ તે પ્રમાણે હોસ્પિટલનું કામ પણ પુરૂૂ થઈ ગયુ છે.

હોસ્પિટલનું કામ પૂરુ થઈ ગયું હોય તો શરૂ થવી જાઈએ : વેપારી મહામંડળ
બગસરામાં સરકારી હોસ્પિટલનુ કામ જો પુરૂૂ થઈ ગયુ હોય તો દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક લોકાર્પણ કરવુ જાઈએ તેમ વેપારી મહામંડળના પ્રમુખ ભાવેશ મસરાણીએ જણાવ્યુ હતુ. કોઈ નેતા આવે કે ન આવે સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા પણ લોકાર્પણ થવુ જાઈએ જેથી દર્દીઓને ત્રણ કિ.મી.નો ફેરો બચી શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement