For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરની જી.જી.હોસ્પિટલ પોલીસ ચોકીના કર્મચારીની પ્રામાણિકતા

01:11 PM Sep 11, 2025 IST | Bhumika
જામનગરની જી જી હોસ્પિટલ પોલીસ ચોકીના કર્મચારીની પ્રામાણિકતા

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીના ફરજ પરના પોલીસ કર્મચારીએ પ્રમાણિકતા દાખવી છે, અને હોસ્પિટલ પરિસર માંથી મળી આવેલા રોકડ રકમ અને ચાંદીના સિક્કા સહિતની કીમતી ચીજ વસ્તુઓ સાથે ના પાકીટ ને તેના મૂળ માલિકને શોધીને પરત આપ્યું હતું, અને પ્રમાણિત પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરપાલસિંહ જાડેજા કે જેઓને એક પાકીટ મળ્યું હતું, જેમાં કેટલીક રોકડ રકમ હતી, ઉપરાંત ચાંદીના સિક્કા, તથા અન્ય જરૂૂરી અગત્યના ડોક્યુમેન્ટ વગેરે હતા. જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, દ્રાઇવિંગ લાઇસન્સ, બેંકના કાર્ડ વગેરે ચીજ વસ્તુઓ હતી. જે પાકીટ જેમનું ખોવાયું હતું, તેના મૂળ માલિક સાધના કોલોની માં રહેતા સુનિલભાઈ શ્રીચંદભાઈ રામચંદાણી કે જેઓને પોલીસે શોધી કાઢ્યા હતા, અને જી.જી. હોસ્પિટલની પોલીસ ચોકીમાં બોલાવ્યા હતા. તેઓને એ.એસ.આઈ. પ્રિન્સાબેન ગુઢકાની હાજરીમાં મૂળ માલિકને સુપ્રત કર્યું હતું, અને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે નાગરિકે પોલીસ કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement