ઉપલાકાંઠાને જોડતો ઐતિહાસિક કેસરીપુલ વાહનચાલકો માટે જોખમી
દસકા પહેલાં જ આવરદાપૂર્ણ, મોટી દુર્ઘટનાની રાહમાં તંત્ર : શહેરના ઓવર અને અંડર બ્રિજની મરામત કરાવવા કલેકટરને કોંગ્રેસનું આવેદન
વડોદરાના ગંભીર બ્રીજ ઘટનામાં 17 થી વધુ લોકોના મોત થયા છે. આ બ્રીજ જોખમી હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતાં અને આ ગંભીર ઘટના બની હતી. રાજકોટમાં પણ આ પ્રકારના જોખમી બ્રિજો હોય તે અંગે કોંગ્રેસ મેદાનમાં આવી છે. રાજકોટના બે કાંઠાને જોડતો અને દાયકા જુનો ઐતિહાસિક કેસરી હિન્દ પુલ પણ જર્જરીત હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરાયો છે. હજારો વાહન ચાલકો દૈનિક આ પુલનો ઉપયોગ કરી રહ્યાં છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા મરામત કરવા કલેકટરને પાઠવેલ આવેદનમાં માંગણી કરી છે.
આઝાદી વખતનો રાજકોટ શહેરનો કેસરી હિન્દપુલ 1879 માં આ પુલ 10 મીટરનો હતો અગાઉ 1965 ના યુદ્ધમાં જામનગરની મિલેટ્રી કેમ્પ દ્વારા આ પુલ પરથી કચ્છ જવા એક જ રસ્તો હતો ત્યારે ઉપયોગ થયો હતો. ત્યારબાદ 1991 તત્કાલીન સમયના રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ ફૂલને 14 મીટર પહોળો બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ જૂનો જે કુલ હતો તેના આર્ચ (જોઈન્ટ) ખુલી ગયેલ હતા ત્યારે 1991 માં મ્યુનિસિપલ કમિશનર દ્વારા જોઈન્ટ પેક કરી જોઈન્ટને મજબૂત કરી એક કંપનીને કોન્ટ્રાક્ટ આપેલ હતો જે કંપની દ્વારા તત્કાલીન સમયે 25 વર્ષની ગેરંટી આપી હતી. આજની તારીખે જોવા જઈએ તો આ કેસરી હિન્દ પુલની આયુષ્ય એક દસકો પહેલા પૂર્ણ થયેલ છે. અને તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી.
તો આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. સંદર્ભ દર્શિત ઘટના રાજકોટ શહેર કે જિલ્લામાં ન બને તે માટે હાલ ચોમાસાની શરૂૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રાજકોટ સહિત રાજ્યભરમાં આપવામાં આવી છે ત્યારે રાજકોટ શહેર/જિલ્લામાં કોઈ જાનહાની ન બને તે માટે તકેદારીના આગોતરા આયોજનના ભાગરૂૂપે શહેર જિલ્લાના તમામ બ્રિજ નું ઇન્સ્પેક્શન કરી સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરી યોગ્ય કરવા અમારી અપીલ છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કામગીરી માં બેદરકારી અને લાપરવાહી ફલિત થઈ છે ભયજનક પુલો પર ઓવરલોડિંગ વાહનો પર પ્રતિબંધ લાદો અને ભયજનક હોય તે તમામ બ્રિજ પર તાત્કાલિક મરામત કરી વાહનચાલકોને દેખાય તે પ્રકારે સાઈન બોર્ડ મૂકવા અને અંડર બ્રિજમાં પણ ખાડા કે રેલિંગો તૂટેલી હોય તો તે તાત્કાલિક મરામતની કામગીરી હાથ ધરવા માંગ કરી હતી.
આ આવેદનમાં ડો. રાજદીપસિંહજી જાડેજા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ, વશરામભાઇ સાગઠિયા, ડો. મહેશભાઇ રાજપૂત, અતુલ રાજાણી, કોમલબેન હરેશભાઈ ભારાઈ, નરેંદ્રભાઈ સોલંકી, જસવંતસિંહ ભટ્ટી, સુરેશભાઇ બથવાર, ડી પી મકવાણા, દિપ્તીબેન સોલંકી, આદિત્યસિંહ ગોહિલ, ડો. નયનાબા જાડેજા, પ્રવીણભાઈ કાકડિયા, સંજય અજુડિયા, ભાર્ગવ પઢિયાર, પ્રતિક રાઠોડ, જિગ્નેશ ડોડીયા બિંદિયાબેન તન્ના, નાગજીભાઈ વિરાણી, જયાબેન ટાંક, મનીષાબા વાળા, જયાબેન ચૌહાણ, ભાવનાબેન વાઘેલા વિક્રમભાઈ સોલંકી ગોપાલ મોરવાડીયા , ગજેન્દ્રસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, દિલીપભાઈ આસવાણી, અજીતભાઈ વાંક, જગદીશભાઈ સાગઠીયા, ઇબ્રાહીમ સોરા, સલીમભાઈ કારીયાણી, શૈલેષભાઈ ટાંક, દીપુ બેન રવૈય, હંસાબેન સાપરિયા, પ્રતિકભાઇ વસોયા, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.