રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાઈકોર્ટે મોડીરાત્રે સુનાવણી હાથ ધરી ડિમોલિશન અટકાવ્યું

12:08 PM Mar 05, 2024 IST | admin
Advertisement

વિરમગામ શહેરમાં એક મિલકત તોડી પાડવાના મામલે સોમવારે રાત્રે ગુજરાત હાઈકોર્ટની સિંગલ બેંચના જજની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યાયાધીશ વૈભવી નાણાવટીએ રાત્રે 10:30 વાગ્યે આ મામલે સુનાવણી કરી અને વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને 1 એપ્રિલ સુધી ડિમોલિશન અટકાવવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટે 1 એપ્રિલના રોજ સુનાવણી પોસ્ટ કરતી વખતે મુખ્ય અધિકારીને નોટિસ પણ જારી કરી હતી.

Advertisement

અરજદાર મોહીબ હેબતુલ્લાહ પટેલ વતી એડવોકેટ જીત ભટ્ટે ઇંઈને તાત્કાલિક સુનાવણી હાથ ધરવા વિનંતી કરી હતી કારણ કે મંગળવારે સુનિશ્ચિત સુનાવણી પહેલાં, સોમવારે સાંજે લગભગ 6.30 વાગ્યે નાગરિક સત્તાવાળાઓના અધિકારીઓ મિલકતને તોડી પાડવા પહોંચ્યા હતા. સિવિલ ઓથોરિટીએ 2 માર્ચે પટેલને ડિમોલિશન અંગે બે દિવસની નોટિસ જારી કરી છે જેને એચસી સમક્ષ પડકારવામાં આવી હતી. જેની સુનાવણી આજે મંગળવારે થવાની છે.

Tags :
Demolitiongujaratgujarat high courtgujarat news
Advertisement
Next Article
Advertisement