કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્ર પ્રસાદે નોંધાવેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરી
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્ર પ્રસાદ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ હાઇકોર્ટે રદ કરી છે. આ મામલે બંને પરિવારો વચ્ચે સમાધાન થઇ ગયાની રજૂઆત કરવામાં આવતાં હાઇકોર્ટે ફરિયાદ રદ કરવાનો નિર્ણય કર્યો છે.
ગત ઓગસ્ટ મહિનામાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્ર પ્રસાદ પાંડે દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અલ્હાબાદમાં રહેતા તેમની પત્ની અને સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે તેમની પત્ની સંપૂર્ણ સ્ત્રી નથી. છતાં ફરિયાદી સાથે લગ્ન કરીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો, તે લેસ્બિયન છે. જેને હનીમૂનમાં ફરિયાદીને સફેદ પાઉડર જેવું કેફી દ્રવ્ય ખોરાકમાં પીવડાવીને 11 લાખ પડાવી લીધા હતા. સાસરિયાઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદ રદ્દ કરવા આરોપીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે બંને પરિવાર વચ્ચે સમાધાન થયું છે. તેથી આ ફરિયાદ રદ્દ કરી કરવામાં આવી છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વ્રજેન્દ્ર પ્રસાદે ફરિયાદમાં લખાવ્યું હતું કે તેમના દાદા અમદાવાદના નારણપુરા ખાતે આવેલા સ્વામિનારાયણ મ્યુઝિયમમાં બેસતા હતા. જ્યાં તેમની મુલાકાત શશિકાંત તિવારી સાથે થઈ હતી. તેઓએ પોતાની ઓળખાણ ઉત્તર પ્રદેશના બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે આપી હતી. તેઓએ ફરિયાદીના લગ્ન ઉતર પ્રદેશમાં રહેતા અજયશંકર શુક્લની દિકરી અવંતિકા સાથે કરવા માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને બંને પરિવારોએ સ્વીકાર કરીને વર્ષ 2024 માં પ્રાયગરાજ ખાતે સગાઈ કરવામાં આવી હતી. જેના ત્રણ મહિના બાદ લગ્ન કરવામાં આવ્યા હતા.
સમય જતા પતિ-પત્ની વચ્ચે અનેક બાબતે અણબનાવ અને ઝઘડા થવા લાગ્યા હતા. એક તબક્કે વ્રજેન્દ્રપ્રસાદના પરિવારે સ્ત્રી ધન પાછું આપી દીધું હતું. ફરિયાદીએ સમાધાન શક્ય નહીં હોવાનું જણાવ્યું હતું. આથી સાસરિયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 100 કરોડ રૂૂપિયાની માગ કરી હતી. જો કે અંતે પોલીસ ફરિયાદ બાદ સમાધાન થતા હાઇકોર્ટ ફરિયાદ રદ કરી હતી.