બગસરામાં ઘરે-ઘરે માંદગીના ખાટલાથી આરોગ્ય ટીમ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી
જિલ્લા આરોગ્ય ટીમ અને પાલિકા દ્વારા પાણીજન્ય રોગ અને મચ્છરના ઉપદ્રવને અટકાવવા ઘરે-ઘરે સરવે
બગસરામાં હાલ રોગ ચાળાના અજગર ભરડામાં સપડાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ ગયું છે. પાણીજન્ય રોગ તેમજ ગંદકી અને ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાવાથી મચ્છર જન્ય રોગોથી ઘરે ઘરે દર્દીઓના ખાટલા જોવા મળી રહ્યા છે.જિલ્લા આરોગ્ય તેમજ પાલિકાએ બગસરામાં ઘરે ઘરે સર્વે કરી તેમજ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું.
હાલમાં ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની અસરથી જિલ્લા પંચાયતના ડી. ઓ. કે. સિંહ સાહેબ, ભદ્રેશભાઈ વ્યાસ ડી.એસ. આઈ.,જે કે રાજ્યગુરુ જિલ્લા સુપરવાઈઝર, પાલિકા પાણી પુરવઠા ટીમ સંજયભાઈ વ્યાસ સહીત ઘરે ઘરે સર્વે તેમજ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. ઠેક ઠેકાણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યા છે ત્યાં દવાના છંટકાવ તેમજ ભરેલા પાણીનો નાશ કરવામાં આવ્યો હતો.
તેમજ પાલિકા ચીફ ઓફિસર દિલીપભાઈ હુણ રોગચાળા અંતર્ગત લોકોમાં જાગૃતિ રાખવા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું તેમજ પાલિકા ખાતે મિટિંગ કરી રોગચાળાના ભરડાથી બચવા પેપ્લેટ છપાવી ઘરે ઘરે પહોંચતા કરવામાં આવશે તેમજ હેલ્થ ઓફિસર બદલાણીયા અને પાલિકા ટીમ દ્વારા લારી ગલ્લા નાસ્તાની રેંકડીઓ દુકાનોનું ચેકિંગ કરી કરવામાં આવશે. તેમજ શહેરમાં ખુલ્લા ટાકા,ટાકીઓ, ટાયરોની દુકાનો, પંચરની દુકાનો પાલિકા દ્વારા મુલાકાત લેવામાં આવશે ડિરકોર્ડ ક્ધટેનની કામગીરી કરવામાં આવશે.