વાવડીની મનસુખભાઇ છાપિયા ટાઉનશીપનો હોલ ખુલ્લો મુકાયો
મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલ રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલનાં ભાડા તથા ડિપોઝિટના દરો નિર્ધારિત કરાયા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, પુનિતનગર, પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટીકા પાસે ટી.પી. 15(વાવડી)ના વોર્ડ નં. 12માં આવેલ શ્રી મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલનાં ભાડા તથા ડિપોઝિટનાં દરો નિર્ધારિત કરાયા છે. આ કોમ્યુનિટી હોલ તારીખ 23/06/2025 થી જાહેર જનતા માટે ઓનલાઇન બુકીંગ માટે ખુલ્લો મુકવામાં આવે છે.
હવે કોઇપણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટ rmc.gov.in અથવા ઓનલાઇન પોર્ટલ (રાજકોટ મહાનગરપાલિકાની એપ્લિકેશન) મારફતે આ કોમ્યુનિટી હોલને આગોતરા બુક કરી શકશે. અગત્યની માહિતી માટે અને બુકીંગ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પર વિગતવાર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. તમામ નાગરીકોને વિનંતી છે કે તેમને જરૂૂરી કાર્યક્રમો માટે સમયસર ઓનલાઇન બુકીંગ કરી લાભ મેળવે.