For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યા

04:15 PM Jul 19, 2025 IST | Bhumika
એરપોર્ટ જેવા ગણાવાયેલા બસપોર્ટના ‘આંતરડા’ બહાર આવ્યા

પાંચ વર્ષમાં તળિયું તોડી ખીલાસરી બહાર નીકળતા બસના ટાયર ફાટી જવાનો ભય

Advertisement

શૌચાલય, ખાનગી વાહન ચાલકોના આંટાફેરા, દોડાવાતી ભંગાર બસો, તુટેલા પાઇપ સહીતના મુદ્દે કોંગ્રેસની રજૂઆત

બસ સ્ટેન્ડમાં થાળી ભાંગીને વાટકો કર્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. જુના બસસ્ટેન્ડની જગ્યાએ કરોડોના ખર્ચે અતિઆધુનિક બસપોર્ટ બનાવવામાં આવ્યું છે. પરંતુ છ વર્ષની અંદરજ મેન્ટેન્સના અભાવે આ બસ પોર્ટની હાલત બિસ્માર થઇ ગઇ છે. એરપોર્ટ જેવા જણાવાયેલા આ બસ પોર્ટના આંતરડાઓ બહાર આવી ગયા છે. બસ પોર્ટના બન્ને ગેટ પરના સળીયાઓ દેખાવા લાગ્યા છે. આવન-જાવન વખતે બસના ટાયરોને આ સળીયા નુકશાન કરી શકે છે અને તેના કારણે ગંભીર અકસ્માતનો ખતરો પણ મંડરાઇ રહ્યો હોય વહેલી તકે કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા વિભાગીય નિયામકને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આગામી 10 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

રાજકોટ બસપોર્ટના પેસેન્જરોને વધુ સુવિધા મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ બસપોર્ટના નિર્માણ બાદ સગવડતાના બદલે અગવડતા વધુ પડતી જોવાની ફરીયાદો છાસવારે ઉઠી રહી છે. ઉપરાંત બસ સ્ટેન્ડમાં કામની ગુણવતાને લઇને પણ તંત્ર સામે મુસાફરોમાં સવાલ ઉઠયા છે. ઉલ્લેખનીય છે કે બસ સ્ટેન્ડની છતમાંથી પાણી ટપકવું, તુટેલી ખુરશીઓ સહીતની ફરીયાદો મુસાફરો કરી રહ્યા છે.કોંગ્રેસે પાઠવેલા આવેદનમાં વધુમાં જણાવ્યું છે કે વિદ્યાર્થી પાસની બારી પ્રથમ રાત્રે 8-00 વાગ્યા સુધી ચાલુ રહેતી તે છેલ્લા 2 વર્ષથી બપોરના 2-00 વાગ્યા સુધી જ ચાલુ રહે છે તો રાત્રે 8-00 વાગ્યા સુધી ચાલુ રાખવા વિનંતી. જેથી કરીને તાલુકા અને ગ્રામ્યના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ, માતાઓ, બહેનો તેમજ રોજે રોજ મુસાફરી કરતા એસ.ટી.મુસાફરોને પારાવાર તકલીફ ભોગવવી પડે છે. સુલભ શૌચાલયમાં બહેનોને નિ:શુલ્ક પરિપત્ર હોય તેમજ તે બહેનો પાસેથી કાળા બજાર રૂૂપિયાના બેફામ ઉઘરાણા કરે છે.

ઢેબર રોડ પર ન્યુ બસપોર્ટમાં પ્રેમી યુગલો અવારનવાર બીભત્સ ચેનચાળા કરતા જોવા સોશ્યલ મીડીયાના મારફતે અમોને માહિતી મળેલ છે. તેમજ સીકયોરટી હાજરી પુરવામાં માહિર હોય આવા બનાવો બનતા અટકાવવા તેની જવાબદારી બને છે અને તે લોકો રોકી શકતા નથી જેથી તેઓની સિક્યુરીટી ને કાયમી બ્લેક લીસ્ટ કરવી. તેમજ 1 લા માળથી છેક ઉપર સુધી રાત્રિના સમયે અવારનવાર દારૂૂના મહેફીલો મંડાતી હોય છે. જેનો અનહદ ત્રાસ છે. તેથી રાત્રિના સમયે દારૂૂ, રૂૂપલલનાઓ હંમેશા આંટાફેરા કરતા હોય છે. તેમજ એસ.ટી.ન્યુ બસપોર્ટની આવી અનેક પ્રકારની ખામીઓ જેવી કે પાણીના પરબમાં ગ્લાસ ન હોય, મુસાફરો નિયમિત ખોબેથી પાણી પીવા અનેક હાલાકીઓનો સામનો કરવો પડે છે.

અન્ય કે ઉનાળાના સમયમાં દરરોજ કેન્ટીનનો ફાયદો કરાવવાના હેતુથી બપોરે 1 થી 5 ઉપરથી વાલ્વ બંધ કરી દે છે. જેથી મુસાફરોને કાળા બજાર રૂૂપિયા આપી બિસ્લેરી ખરીદી કરવી પડે છે. જેથી યોગ્ય કરવા કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement