રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરના વિવિધ વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર રંગમતી નદીના પટમાં ખસેડાશે

11:17 AM Jan 23, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં રૂ. 3.42 કરોડના વિકાસ કામોને બહાલી

Advertisement

જામનગર મહાનગર-5ાલિકાની સ્થાયી સમિતિ ની આજે મળેલી બેઠક માં વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂૂ. 3.42 કરોડ ના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં, શહેર ની બે શાળા ને રૂૂ. 69.20 લાખ ના ખર્ચે સ્માર્ટ શાળા તરીકે ડેવલપ કરવા નો પણ સમાવેશ થાય છે.

જામનગર મહાનગર-પાલિકા ની સ્થાયી સમિતિ ની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં આઠ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી એન મોદી, ના.કમિશનર ડી. એન. ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, ઈ.ચા. આસિ. કમિશનર (ટે.) જિજ્ઞેશ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર શહેરની દેવરાજ દેપાળ પ્રા. શાળા અને સોનલ નગર પ્રા. શાળાને સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવા માટે રૂૂ.69.20 લાખ નો ખર્ચ તથા થીમ આધારિત મ્યુઝિકલ પ્રોગ્રામ ના કાર્યક્રમ માટે રૂૂ. 14.99 લાખ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી. ગૌરવ પથ (ટાઉન હોલ થી સાત રસ્તા સર્કલ સુધી) તથા સુભાષ બ્રીજ થી ગુલાબનગર એન્ટ્રી ગેટ રોડ સેન્ટ્રલ લાઈટિંગના સ્ટ્રેન્ધનિંગ ના કામ માટે રૂૂ. 33.70 લાખના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી. જામનગર શહેરમાં સોમવારથી રવિવાર સુધી અલગ-અલગ વિસ્તારમાં ભરાતી ગુજરી બજારને રંગમતી નદીના પટ વાળી જગ્યા શિફ્ટ કરવા અંગેની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં. 10 ના કૈલાસ પાર્ક, રિલાયન્સ પેટ્રોલપંપ પાછળ, ડિવાઈન હોસ્પિટલ પાસે, સી.સી. રોડ, તેમજ રાજપાર્ક કોમ્યુ. હોલ પાસે સી.સી. બ્લોકના કામ અંગે રૂૂ. 18.68 લાખ તથા વોર્ડ નં. 10 માં નાગેશ્વર ઉદાસીન બાપુ આશ્રમ પાસે, સી.સી. બ્લોકના કામ માટે રૂૂ. 8.64 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.

આ ઉપરાંત વોર્ડ નં. 2-3-4 માં ગાર્ડન વર્કસના કામ માટે રૂૂ. 3 લાખનો ખર્ચ માન્ય રખાયો હતો. વોર્ડ નં. 15ના સેટેલાઈટ પાર્કમાં પટેલ સમાજથી શિવાલય - 1 સુધી સી.સી. રોડ - શેરી નં. 5 માં, રાજ પાનની બાજુમાં, અને સામેની શેરીમાં સી.સી. રોડ, શેરી નં.1/5/બી પટેલ સમાજની પાછળની શેરીમાં સી.સી. રોડ, શેરી નં. સી/4/બી શિવાજી આર.ઓ. દુકાનની બાજુમાં શેરીમાં સી.સી. રોડ, સી/5/બી શ્રીજી રજવાડી આઈસ્ક્રીમની બાજુની શેરીમાં સી.સી. રોડ, શેરી નં. સી./6/ડી, રાજ કોલ્ડ્રીંક્સ દુકાનની બાજુમાં સી.સી. રોડ, શેરી નં. 7/સી/ડી શ્રી રામ પ્રો.સ્ટોરની બાજુની શેરીમાં, સીસી રોડ માટે કુલ રૂૂા 35 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.જામનગર ફેસ-3 પાસે કનસુમરા ગામમાં ઈન્ડ. ઝોનમાં જૂના સર્વે નં. 83 થી 88 નંબરમાંથી પસાર થતાં 27 મીટર પહોળો સી.સી. રોડ બનાવવા માટે રૂૂ. 52.35 લાખ તેમજ સાંસદ પૂનમબેન માડમ ના સૂચનો અને સૈદ્ધાંતિક મંજૂર થયા અનુસાર વોર્ડ નં. 1માં, બેડેશ્વર વિસ્તારમાં ગિરીરાજ ઓઈલ મીલ પાસે રૂૂ. 41.66 લાખના ખર્ચે સી.સી. રોડના કામને મંજૂરી આપવામાં આવી હતી.

વોર્ડ નં. 5, 9, 13, 14 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશનના કામ માટે રૂૂ. 1 લાખનો ખર્ચ તથા વોર્ડ નં. 10 ના શ્રી કાશી વિશ્વનાથ મંદિરની જગ્યામાં ડોમ બનાવવા માટે રૂૂ. 15 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આમ, આજની આ બેઠકમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રૂૂ. 3.42 કરોડના ખર્ચની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Advertisement