જાફરાબાદના બાબરકોટ ગામે પેવિંગ બ્લોક રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત
સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સહિત ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ભગવાનભાઈ બાંભણિયા ની દુકાન પાસેથી ખોડુભાઈ વાઘેલા ના ઘર તરફ જતા રસ્તામાં બ્લોક પેવિગ રોડના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સરપંચ દ્વારા જણાવ્યું હતું કે આ રસ્તો બાબરકોટ ગામના વિધાર્થીઓને શાળાએ જવા માટે ખૂબ ઉપયોગ થશે.
બ્લોક પેવિંગ રોડનું ખાતમુહુર્ત સમયે ગ્રામ પંચાયત ના સરપંચ અનકભાઇ છનાભાઈ સાંખટ , ઉપસરપંચ, પાંચાભાઈ ભુપતભાઇ સાંખટ, સભ્ય મુકેશભાઈ ચાવડા , વીરાભાઇ સાંખટ , રાકેશભાઈ બાબુભાઈ સાંખટ, ટીડાભાઈ સોલંકી , સુરેશભાઈ સાંખટ તથા ગામના આગેવાન ભાણાભાઈ શિયાળ, લાલજીભાઈ કવાડ વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્લોટ વિસ્તારમાં બ્લોક પેવિંગનું કામ ચાલુ થતા પ્લોટ વિસ્તારમાં રહેતા કોળી સમાજ તથા ભરવાડ સમાજ ના યુવાનો દ્વારા તેમના ઘરની બહાર રસ્તા પર આવેલ ઓટલીઓ , બાવળો, ઉકરડા , સયંભુ જાત મહેનતે કાઢવામાં આવ્યા હતા. અને ગ્રામ પંચાયત ને સહયોગ આપવામાં આવ્યો હતો. સહયોગ આપવા બદલ સરપંચશ્રી દ્વારા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્લોક પેવિંગ રોડના કામનું ખાતમુહુર્ત થતા પ્લોટ વિસ્તારમાં રહેતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.