રાજ્યપાલે નોન એસી ST બસમાં મુસાફરી કરી!
04:47 PM May 26, 2025 IST | Bhumika
ગુજરાતના રાજ્યપાલે ST બસમાં મુસાફરીનો અનુભવ લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી આણંદ એસટી બસમાં મુસાફરી કરી છે. સાથે જ આણંદમાં મુસાફરોએ રાજ્યપાલ સાથે ફોટો પડાવ્યા હતા. ST બસમાં લાખો મુસાફરો દરરોજ મુસાફરી કરે છે પરંતુ આ વખતે એસટી બસમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુસાફરી કરતા ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યપાલએ ગાંધીનગરથી આણંદ સુધી એસટી બસમાં મુસાફરી કરી છે. આચાર્ય દેવવ્રતે સામાન્ય મુસાફરની જેમ એસટી બસમાં મુસાફરી કરી હતી. રાજ્યપાલએ એસટી બસમાં મુસાફરી કરવાનો ઓચિંતો નિર્ણય લીધો હતો. ગાંધીનગરથી આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતે રાજયપાલ પહોંચ્યા હતા. સામાન્ય મુસાફરની જેમ બસ સ્ટેન્ડ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જોતા લોકો ખુશ થયા હતા અને તેમની સાથે ફોટો પડાવ્યા હતા.
Advertisement
Advertisement