રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સવા મહિને સરકાર જાગી: PMJAYમાં સારવાર માટે સાત કોઠા વિંધવા પડશે

03:57 PM Dec 23, 2024 IST | Bhumika
Advertisement

હૃદયરોગ, કેન્સર, ઘૂંટણ-થાપાના ઓપરેશન માટે વિસ્તૃત ગાઇડલાઇન બહાર પડાઇ: સહાય મેળવી આડેધડ કાતરો ફેરવતા ‘ડોકટરો’ની લાલિયાવાડી પર સરકારી પાટાપિંડી

Advertisement

અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા પીએમજય યોજનાના કૌભાંડના લગભગ સવા મહીને એટલે કે 40 દિવસ બાદ સરકાર જાગી છે. આજે(23 ડિસેમ્બર) નવી SOPજાહેર કરવામાં આવી છે. જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઇમ કામ કરતાં સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

આ એસઓપી મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવારૂૂપે સીડી આપવાની રહેશે. આ એસઓપીમાં એટલા બધા મુદ્દાઓની ગાઇડલાઇન આપવામાં આવી છે કે હવે સારવાર માટે એપ્રુવલ 7 કોઠા વિંધવા બરાબર બનશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ આ એસઓપીનું પાલન કરશે તેવું મનાઇ રહ્યું છે.

હૃદયરોગની સારવાર : કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજિયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે.

ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની સીડી/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં સીડી/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.

કેન્સરની સારવાર: કેન્સરના દર્દીની જરૂૂરિયાત મુજબ યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટ્યૂમર બોર્ડ તરીકે નિર્ણય લઇ ટીબીસી (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ)માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. ટીબીસી (ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.

દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે આઇજીઆરટી (ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી)માં સીબીસીટી (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ ઊંટ (કિલો વોટ)માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે. કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂૂરી સુધારા કરવામાં આવ્યા છે.

મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ પીએમજય અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી ક્ધટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
ટોટલ ની/હિપ રિપ્લેસમેન્ટ: આ યોજના હેઠળ TKR /THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડીક અને પોલીટ્રોમા (અકસ્માત)ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી ઓર્થોપ્લાસ્ટી (TKR /THR)નાં ઓછામાં ઓછા 30% ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલા છે. જેમાં ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે.

હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થોપ્લાસ્ટી (TKR /THR) સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂૂ. 3.51 કરોડની ઝઊંછ અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલી છે.

દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલા લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે. આ ઉપરાંત સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરાઇ છે.

યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Colleges માંથી અલગ ટીમની રચના કરવામાં આવી છે. જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમપેનેલ્ડ હોસ્પિટલની મુલાકાત લઇ સારવાર સંબધિત પુરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઇ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે. CDHO/MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.

Tags :
governmentgujaratgujarat newsPM-JAYPMJAYPMJAY treatmentPMJAY yojana
Advertisement
Next Article
Advertisement