શિક્ષણ-આરોગ્ય-40 ટકા જમીન સહિત સરકારે બધું જ છીનવી લીધું
રાજકોટમાં પાટીદારોના ગઢ મવડી ચોકડીએ ગોપાલ ઇટાલિયાની જાહેર સભામાં ધારણા કરતા પણ વધુ મેદની ઉમટી પડી, ભાજપ માટે લાલબત્તી
કાયદો વ્યવસ્થાના મુદ્દે સરકાર ઉપર આકરા પ્રહારો, અધિકારીઓને લોઢાના મેડલ પહેરાવવાની જાહેરાત
રાજકોટમાં સમાકાંઠા વિસ્તારમાં પાણીના ઘોડા બાદ ગઇકાલે રવિવારે રાત્રે પાટીદારોના ગઢ ગણાતા મવડી ચોકડીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં ચિક્કાર જનમેદની ઉમટી પડી હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ 15મીએ મંગળવારે રાજકોટ આવી રહયા છે. તે પૂર્વે ગોપાલ ઇટાલિયાએ કરેલુ શક્તિ પ્રદર્શન સફળ થતાં ભાજપના નેતાઓની ચિંતા વધી ગઇ છે.
રાજકોટમાં ‘આપ’ના વિસાવદરના ધારાસભ્યની અત્યાર સુધીમાં આ સૌથી સફળ જાહેરસભા રહી હતી અને તેમાં ભાજપના માર્કેટ યાર્ડના પૂર્વ ડિરેક્ટર તેમજ એસ.પી.જી.ના સૌરાષ્ટ્રઝોનના ઉપ પ્રમુખ સહિતના આગેવાનો-કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જાહેરસભામાં ધારણા કરતા વધુ હાજરી જોઇ ગોપાલ ઇટાલિયા પણ ફૂલ ફોર્મમા આવી ગયા હતા અને એક એક મુદ્દા ઉપર ભાજપ સરકારની ધોલાઇ કરી હતી. રાજ્યમાં ગુનાખોરીથી માંડી શિક્ષણ-આરોગ્ય અને ટીપીમાં ખેડૂતોની 40 ટકા જમીન કપાત સહિતના મુદ્દાઓ ઉપર ચોટદાર પ્રવચન આપ્યું હતું.
ગોપાલ ઇટાલિયાએ શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોની જમીન કપાત મુદ્દે ભાજપ સરકાર ઉપર ઉગ્રપ્રહારો કર્યા હતા અને જણાવ્યુ હતું કે, સરકારી સ્કૂલો બંધ કરી સરકારે આમ જનતાનું શિક્ષણ છીનવી લીધુ છે. આરોગ્યક્ષેત્રે પણ કોઇ પણ જાતના કાયદા વગર ખેડૂતોની 40 ટકા જમીન ટી.પી. કપાતના નામે છીનવી સરકાર તેનો વેપાર કરી રહી છે. લોકોને રસ્તા, પાણી, સ્કૂલ ફી, સરકારી તબીબોની ભરતી, ખેડૂતોના પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દે આંદોલનો કરવા પડી રહયા છે. આવી વ્યવસ્થા સામે તેમણે સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં થયેલી હત્યાઓ પૈકી કેટલીક હત્યાઓના દાખલા આપી ગોપાલ ઇટાલિયાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિનો પણ ચિતાર આપ્યો હતો.
સભાની શરૂૂઆત પેહલા માલધારી સમાજના 200 જેટલા લોકોને ગોપાલ ઈટાલિયાયે ખેસ પહેરાવી આપમાં જોડાયા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધી હતી. ગોપાલ ઈટાલિયાયે કહ્યું કે, રાજકોટમાં પણ વિસાવદરવાળી થવાની છે. જે મને આ સભા આવેલ જનસેલાબથી લાગી રહ્યું છે. સાથે જ ગોપાલ ઈટાલિયાએ ભાજપ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ આક્ષેપ ગોપાલ ઈટાલિયાએ કર્યો હતો. ગોપાલ ઈટાલિયાએ રાજકોટ આરએમસી ઉપર સરકારી જમીનો વેચી તેમાંથી ભાગ પડાવતા હોવાના ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. રાજકોટમાં પરિવર્તન આવી રહ્યું છે. શહેરમાં વસવાટ કરતા બધા લોકો મૂળ ગામડાના જ છે. મને આશીર્વાદ આપો અમે પણ ગાંધીનગર જઈ કામ કરીશું.
સરકારે લોકોને કશું જ આપ્યું નથી. જનતા માંગવા જાય છે ત્યારે સરકાર પોલીસ મોકલે છે. જનતા સરકાર પાસે એક આશા રાખી કે, સારો રોડ બનાવો. આ એક કામ માંગ્યું એ પણ સરકારથી નથી થયું.
રાજકોટમાં સભામાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે જે અધિકારીઓએ જનતાને દબાવવાના કામ કર્યા છે તે તમામ અધિકારીઓને અમે લોઢાના મેડલ પહેરાવીશું.
બોટાદની ઘટનાને ઈટાલિયાએ પાટીદાર આંદોલન સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે, લોકોને કોઈ જરૂૂરિયાત હોય તો આંદોલન કરવા પડે છે. જેણે જેણે જનતાને દબાવવાનું કામ કર્યું તે બધા અધિકારીઓને લોઢાના મેડલ પહેરાવાનો છું. ધારાસભ્ય બન્યા પછી મારી આ પહેલી દિવાળી છે. મારો ધારાસભ્યનો પગાર અને એમાં થોડા પૈસા ઉમેરી ગરીબ માણસોમાં દિવાળીની મીઠાઈ વહેંચીશ.
બોટાદમાં પાંચ બૂટલેગરોને ઘુસાડી પથ્થરમારો કરાયો
બોટાદમાં થયેલા પોલીસ ઉપર પથ્થરમારાને લઈને પણ તેમણે કહ્યું કે, બોટાદની અંદર પથ્થરમારો થયો તે જૂથની અંદર પાંચ બુટલેગરો ઘુસાડી દેવામાં આવ્યા હતા. અને તેના દ્વારા આ પથ્થરમારો કરાયો હતો. જ્યારે અમારી સરકાર આવશે ત્યારે અમે સાબિત કરીશું કે આ ઘટનામાં પથ્થરમારો પાંચ બુટલેગરોએ જ કર્યો હતો જેનાથી આખું ટોળું ઉશ્કેરાઈ ગયું.
SPGના નૈમિષ પરસાણા સહિત 200 આગેવાનો આપમાં જોડાયા
રાજકોટમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેરસભામાં માર્કેટ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ પરસાણાના પુત્ર એસ.પી.જી.ના સૌરાષ્ટ્ર ઝોનના ઉપ પ્રમુખ નૈમિષ પરસાણા, કોંગ્રેસના વોર્ડ નં.11ના મહામંત્રી લાલાભાઇ બોરીચા, પૂર્વ મહામંત્રી વલ્લભભાઇ ઠુંમર, એ.બી.વી.પી.ના પૂર્વ પ્રમુખ સંદિપ સાબડ સહિત 200 આગેવાનો-કાર્યકરો આપમાં જોડાયાનો દાવો કરવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર એસ.પી.જી. ગ્રુપના ઉપાધ્યક્ષ અને શહેરના પ્રતિષ્ઠિત યુવા નેતા નૈમિષ પરસાણાએ વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ગોપાલ ઈટાલિયાની હાજરીમાં આપનો ખેસ ધારણ કરી લીધો છે. રાજકોટ સ્થિત આપની જનસભામાં થયેલા આ જોડાણથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. નૈમિષ પરસાણાનું વ્યક્તિત્વ રાજકોટમાં જાણીતું છે. તેઓ ખાસ કરીને મોટા મવા, વોર્ડ નંબર 11 વિસ્તારમાં સારું એવું પ્રતિનિધિત્વ ધરાવે છે અને સ્થાનિક સ્તરે તેમની લોકપ્રિયતા નોંધપાત્ર છે. આ જોડાણ પાછળ આપની વ્યૂહરચના સ્પષ્ટ દેખાઈ રહી છે