કલેક્ટર કચેરી ઉડાવી દેવાની ધમકી પાછળ સરકારનો હાથ!
રાજકોટ, વડોદરા અને આણંદની કલેક્ટર કચેરીમાં બોમ્બ હોવાનો કરાયેલા ઈમેઈલ બાદ કલેક્ટર કચેરીને ખાલી કરાવી પોલીસે તપાસ કરી હતી. પરંતુ કશુ શંકાસ્પદ મળ્યું ન હતું આ ઈમેઈલ બાબતે સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે. ત્યારે કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી પાછળ સરકારનો જ હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસ અને તંત્રની સતર્કતાને ચકાસવા માટે આ ઈમેલ મોકલવામાં આવ્યો હોય અન્ય રાજ્યમાં પણ આવી રીતે ઈમેલ મોકલી તંત્રની સતર્કતા ચકાસવામાં આવતી હોય આ ઈમેઈલને લઈને પ્રાથમિક ખુલાસા થતાં તંત્રને હાશકારો થયો છે.
ગઈકાલે રાજકોટ, પાટણ અને વડોદરાની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેલ મળતા રાજકોટ બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી તથા પ્રનગર પોલીસ કલેક્ટર કચેરી ખાતે દોડી ગઈ હતી. ફરજ પરના કલેક્ટર ઓફિસના તમામ કર્મચારીઓને બહાર કાઢી કલેક્ટર કચેરીનીચકાસણી કરી તમામ બ્રાંચોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા તંત્રને હાશકારો થયો હતો.
આ ઈમેઈલને લઈને સાયબર ક્રાઈમ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ આ ઈમેઈલમાં તામીલનાડુના પૂર્વ સીએમની સિક્યોરીટી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી જેવી કે, એનઆઈએ, એનએસજીનો આ ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અને આ ઈમેલ ડો. સૌરભ પારખીના નામથી મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે. જેને લઈને સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ ઈમેલના મામલે કેટલાક મહત્વના ખુલાસા થયા છે. ઈમેલ દ્વારા ધમકી પાછળ સરકારનો જ હાથ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, સાઉથના રાજ્યમાં આ પ્રમાણે ધમકીઓ આવતી હોય જેથી રાજ્ય સરકાર દ્વારા તંત્રની સતર્કતા ચકાસવા માટે તકેદારીના ભાગરૂપે આ પ્રકારે ઈમેલ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.