સરકારે વારંવાર મીટિંગો કરી પણ હજુ નકકી નથી થયું કેટલું અને કયારે વળતર આપવું
જનતાના પ્રશ્નો ઉઠાવતા ગોપાલ ઈટાલિયાએ ખેડૂતોના વળતર મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકાર વારંવાર મીટિંગ પર મીટિંગ કરી રહી છે, પરંતુ હજી સુધી એ નક્કી નથી કરી શકી કે ખેડૂતોને કેટલું અને ક્યારે વળતર આપવામાં આવશે. આ દર્શાવે છે કે સરકાર જનતાના પ્રશ્નો પ્રત્યે કેટલી ગંભીર છે.ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, વિસાવદરમાં AAPની ભવ્ય જીતથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો બોખલાઈ ગયા છે અને જાણે કે બંને એક થઈ ગયા હોય તેવું વાતાવરણ સર્જાયું છે. તેમણે કહ્યું કે, AAPનો વિરોધ કરવાને બદલે આ નેતાઓએ જનતાના મૂળભૂત પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ. ભાજપના પ્રદેશ પ્રમુખ પર નિશાન સાધતા ગોપાલ ઈટાલિયાએ તેમને AAPનો વિરોધ કરવાને બદલે જનતાના હિતમાં કામ કરવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂૂનું વેચાણ બંધ કરાવો. રાજ્યના ખરાબ રોડ-રસ્તાઓની હાલત સુધારો અને જનતા માટે નક્કર અને જનકલ્યાણના કામો કરો.
કોંગ્રેસના નેતાઓને AAPનો વિરોધ બંધ કરવાની સલાહ આપતા ઈટાલિયાએ તેમને તેમના શાસનવાળા રાજ્યોમાં ધ્યાન આપવા કહ્યું છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે AAPનો વિરોધ કરવાને બદલે જનતાને એ જણાવવું જોઈએ કે જે રાજ્યોમાં તેમની સરકારો છે, ત્યાં તેઓ જનતા માટે શું કામ કરી રહ્યા છે.
