આજી નદીને બાનમાં લેનાર ગાંડી વેલ ન્યારી ડેમમાં પહોંચી
મહાનગર પાલિકાનું તંત્ર ઉગતા જ ગાંડી વેલ નાબૂદ કરે,પછી મોડું થઈ જશે: લોકોની માંગણી
રાજકોટની આજી નદીમાં લાંબા સમયથી ઘર કરી ગયેલી ગાંડી વેલના કારણે બેડી ગામ તેમજ માર્કેટ યાર્ડ સહિતના આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો ભયંકર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે અને લોકોનું રહેવું ભારે મુશ્કેલ બની ગયું છે ત્યારે આ ગાંડી વેલે હવે ન્યારી ડેમમાં નવું ઘર બનાવ્યું હોય તેમ શહેરના રળિયામણા ન્યારી ડેમમાં પણ ગાડી વેલે દેખા દીધી છે અને ધીરે ધીરે ગાડી વેલ ડેમમાં પ્રસરી રહી છે ત્યારે આ ગાંડી વેલનું ન્યુસન્સ વધુ ફેલાય અને મચ્છરોનું ઉત્પાદન શરૂૂ કરે તે પહેલા રાજકોટ મહાનગરપાલિકા નું તંત્ર ગાંડી વેલ દૂર કરે તેવી કણકોટ,રામનગર સહિતના વિસ્તારોના લોકોનમાંથી માંગણી ઉઠી છે, ન્યારી ડેમમાં ગાંડી વેલની હજુ શરૂૂઆત જ છે ત્યારે વહેલાસર કોર્પોરેશનનું તંત્ર દૂર કરે તો ગાંડી વેલનું જોખમી જંગલ અત્યારથી જ નાબૂદ કરી શકાય તેમ છે.