મોરબીના મચ્છુ-2 ડેમનો દરવાજો અડધો ફૂટ ખોલાયો
12:51 PM Dec 03, 2025 IST
|
Bhumika
Advertisement
મોરબીના જોધપર નજીક આવેલ મચ્છુ 2 ડેમમાં નર્મદા પાણીની આવક ચાલુ છે અને ડેમ સંગ્રહશક્તિના 100 ટકા ભરાઈ ગયો છે જેથી તા. 02 ના બપોરે 2 કલાકે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે જેથી 323 કયુસેક ઇન્ફ્લો સામે 323 કયુસેક આઉટફલો જોવા મળી રહ્યો છે.
Advertisement
ડેમનો દરવાજો ખોલવામાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર એમ 20 ગામો તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી.) એમ 09 ગામો મળીને કુલ 29 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.
Next Article
Advertisement